________________
પહેલે ભાગ
૩૧૫
રહો નહિ ને? “આપણાથી બની શકે તેમ હોય, તો આપણે કોઈના ય ભલાનું કામ કરી છૂટવું”—એવું તમ રા મનમાં તે ખરું ને? અનુગ્રહ કરી શકાય કે ન પણ કરી શકાય, પણ હૈયાને એવું તે કેળવવું જ જોઈએ કે--અનુગ્રહ કરવાના અવસરે, અનુગ્રહ કરવાનું મન થઈ ગયા વિના રહે નહિ. હૈયાને એવું કઠેર તો નહિ જ બનાવવું કે-સામે અનુગ્રહ માગે અને આપણે કઠોરતા બતાવીએ. દેણદાર તમારી પાસે અનુગ્રહ માગે, તે તમે શું કરે? એની આપવાની શક્તિ ન હોય, તે તમને અનુગ્રહ કરવાનું મન થઈ જાય ને? એ માટે સહવું પડે, તે સહવાની તૈયારી પણ ખરી ને? છેવટ, એટલું ય વિચારે કે–એની આપવાની શક્તિ હોય નહિ અને તમે એનું દેવું માંડી વાળે તો તમારે કશી પણ તકલીફ ભેગવવી પડે તેમ હેય નહિ, તો તમે અનુગ્રહ કરે ખરા કે નહિ ? કદાચ, લોભના માર્યા તમે એના પર અનુગ્રહ કરી શકે નહિ, તે પણ એને તમારા તરફથી નિરનુગ્રહવૃત્તિને અનુભવ તો થાય નહિ ને ? તમારા પૈસા માટે, એને પાયમાલ કરી નાખવાની, એની પેઢીને ડુલ કરી નાખવાની, એની વગેવણી કરી નાખવાની વૃત્તિ તે તમારામાં નથી ને? અનુગ્રહતાથી નુકશાન લાગતું હોય તે ય તે નિરનુગ્રહતાથી થતા
નુકશાન જેટલું તો નથી ને ? જ્યારે જ્યારે કેઈન પણ ખરાબ વિચાર આવે, કે તરત જ મનને વાળવું જોઈએ. એ વખતે, અનુગ્રહનો વિચાર આવે, એમ કરવું. કેઈના ય ખરાબ વિચાર, એ નથી તો પિતાને અનુગ્રહ કે નથી તે પર અનુગ્રહ ! તમને ગુસ્સે