________________
૩૧૬
ચાર ગતિનાં કારણા
6
આવે એવા પ્રસંગે તેા ઘણા આવવાના, એટલે હૈયું કઠાર મને નહિ, એની ખાસ કાળજી રાખવી પડશે. કુટુંબના માણસના હાથે, નાકરના હાથે, પાડાશીના હાથે કે બીજાના હાથે ગમે તેવું ખરાબ કામ થઈ ગયું હોય, એથી આપણને ગુસ્સા પણ આવી ગયા હોય, પણ આપણા હૈયામાં અનુગ્રહવૃત્તિ હોય, તે એ આપણા ગુસ્સાને લાંખા કાળ ટકવા કે નહિ. ઘેાડાક વખત જાય, એટલે હૈયું શાન્ત થઇ જાય અને જેના ઉપર ગુસ્સેા કર્યાં હાય, તેને શાંતિ આપવાનું મન થાય. અને મેલાવીને કહેવાય કે “ તારે હાથે એવું ખરાબ કામ થઈ ગયું છે, કે જેથી મને ગુસ્સા આવી ગયા અને એથી આવેશમાં મેં તને કહી પણ નાખ્યું કેતારી ખખર લઈ નાખીશ' પણ હવે તું મારા તરફથી કોઈ પણ પ્રકારના ભય આવવાની ચિન્તા રાખીશ નહિ. તને તેં જે કર્યું છે, તેમાં ભૂલ કરી છે—એમ લાગતું હોય, તે ફરી એવું કામ કરીશ નહિ !” નાકરે ચાપડામાં ગોટાળા કરીને નાણાં ઉચાપત કર્યા હોય અને એવાને નાકરીમાં રાખવેા–એ જોખમકારક લાગતું હોય, તો ય એને કહી શકાય કે હું તને હવે નોકરીમાં તેા નહિ રાખી શકું, પણ કોઈ પણ વખતે જો તું અટકી પડ્યો હો, તે। આવજે અને ૫-૫૦ ની જરૂર હોય તેા લઇ જજે!' એ માણસ પેઢી ઉપર એસાડવાને માટે નાલાયક હોય, તે એને પેઢી ન સોંપાય; પણ, એને મદદ તે કરી શકાય ને ? નિરનુગ્રહતા નરકે લઈ જનાર છે, માટે આ વિચારા લાવવા પડશે ને ? અનુગ્રહતાને લાવવાના આ ઉપાય છે. અહીંથી મરીને, સીધા નરકે જવું ડે, તેા અસંખ્યાત કાળ સુધી આપણા તા માર વાગી