________________
પહેલે ભાગ
૨૮૫
છે, પણ સાથે શંકિત પણ થઈ ગયા છે અને એથી તેમણે તે વખતે પૈસાને માટે જરા અધીરતા પણ બતાવી છે; ભદ્રા શેઠાણી, એ વાતને સમજી ગયાં છે; છતાં પણ એમણે જરા ય ગુસ્સે કર્યો નથી. તરત વીસ લાખ રૂપીઆ અપાવી દીધા છે.
એક તે, રત્નકમ્બલની જર હતી એવું હતું નહિ; બીજું, જેટલી જોઈએ તેના કરતાં અડધી સંખ્યામાં રત્નક
અલ હતી, એટલે વહુઓને ટુકડા કરીને જ આપવી પડે તેમ હતું, અને વેવારિઓએ પિસા મળશે કે નહિ એવી અધીરજ બતાવી. ભદ્રા શેઠાણી અધીરજને સમજી ગયાં, તે છતાં પણ તેમણે રત્નકમ્બલોને નહિ ખરીદતાં, વહેપારિઓને ઉભા કરી દીધા જેવું કર્યું નહિ! ઊલટું, તરત જ પૈસા અપાવી દીધા. એ જગ્યાએ તમે હે, તે શું કરે ? સામાયિકાદિ શા માટે ?
આપણો મુદ્દો તે એ હતું કે-કઈ ખિન્ન થઈને જ જોવામાં આવે, તે તે સુખિથી ખમાય નહિ. શક્તિ હોય તે પેલાની ખિન્નતાને ટાળે, નહિ તે આશ્વાસન આપે. કેઈ ખિન્ન થાય, એમાં એ રાજી ન હોય. આવું હૈયું હેય, તે અપરાધિને સજા કરે–કરાવે, છતાં એને એને રસ ન હોય. આવા હૈયા વગર, દુર્ભાવ આવતાં વાર કેટલી? અને, દુર્ભાવમાં રમણ કરવાની કુટેવ પડી જાય, પછી ખરાબ આયુષ્ય બંધાતાં વાર કેટલી ? સામાયિક, પૌષધ, પ્રતિકમણ, દાન, પૂજા, તપ વગેરે ક્રિયાઓ શા માટે કરવાની છે? હૈયું કુણું, શાન્ત, નમ્ર, શુદ્ધ બને, એ માટે ને? તમે જેટલી ધર્મક્રિયાઓ કરે છે, તેની તમારા હૈયા ઉપર શી અસર