________________
=
=
૨૮૪
ચાર ગતિનાં કારણે સંખ્યાબંધ વહેપારિઓ મારી શેઠાણીના આંગણે આવ્યા છે અને આવે છે અને તે બધા પિતાપિતાના ભાગ્યાનુસાર લાભ લઈને જ જાય છે, પણ કેઈ નિરાશ થઈને પાછા ફરતા નથી ! તમે કેઈ નવા વહેપારી લાગે છે, કેમ કે-વ્યાપારની રીતને પણ તમે જાણતા નથી. અનેકેને માલ બતાવીએ, તે એમાંથી કઈ ખરીદનાર મળે, પણ કેઈને માલ બતાવીએ જ નહિ, તે ખરીદનાર કેણ મળે ? ”
આવું કોણ બોલે છે? ભદ્રા શેઠાણીની દાસી. તમારે નેકર બેલે આવું? “મારા શેઠ પાસેથી કેઈ નિરાશ થઈને તે પાછો જાય જ નહિ”—એવું તમારે નકર કહી શકે, એવું તમારું વર્તન છે ખરું ?
પેલા વહેપારિઓ ભદ્રા શેઠાણીની પાસે આવ્યા. શ્રી શાલિભદ્રજીના મકાનમાં પેસતાં જ, વહેપારિઓ મકાનની રોનક જોઈને અંજાઈ ગયા. ભદ્રા શેઠાણીએ બધા વ્યાપારિઓને આદર સહિત બેસાડ્યા અને “તમે શું લાવ્યા છે?”—એમ પૂછયું.
વહેપારિઓએ કહ્યું કે અમે આ દેશમાં રત્નકમ્બલે વેચવાને આવ્યા છીએ. અમારી પાસે કુલ સેલ રત્નકમ્બલે છે. ભદ્રા શેઠાણીના પૂછવાથી વહેપારિઓએ એ રત્નકમ્બલના ગુણે પણ વર્ણવી બતાવ્યા અને દરેકની કિંમત સવા સવા લાખ રૂપીઆ છે, એમ પણ કહ્યું.
ભદ્રા શેઠાણી કહે છે કે-“મારે ૩૨ પુત્રવધૂઓ છે, એટલે દરેકને એક એક આપતાં પણ ૩૨ જોઈએ, જયારે તમારી પાસે તે ૧૬ જ છે. હવે શું કરવું? ખેર, દરેકના બે કટકા કરે, એટલે દરેક પુત્રવધૂને એક એક કટકે આપી શકાય.”
આ વાતને સાંભળીને, વહેપારિઓ ચકિત તે થઈ ગયા