________________
૨૦૨
ચાર ગતિનાં કારણે સાધર્મિકે ગમે છે અને ધન જેટલું ગમતું નથી, એટલે અમને ધર્મ ગમે છે. સવ એવું બોલીએ, તે તે તદ્દન ખોટું બોલીએ છીએ, એમ
કહેવું પડે એમ છે. કારણ કે-હૈયે એ વાત નથી. જૈનત્વને સાચો આસ્વાદ પમા ન હોય, એટલે એવું હૈયામાં ઉગે નહિ અને હૈયામાં એવું ઉગ્યા વિના જ એવું બોલે, તે તે તે બેઠું જ ગણાય ને? હૈયાને એવું કેળવવું જોઈએ. જૈનત્વને પામેલો આત્મા સાધુ જ બની જાય, ગૃહસ્થપણે રહે જ નહિ અને ગૃહસ્થપણે રહે તે એનું જૈનત્વ જાય, એ નિયમ નથી. જૈનત્વને પામેલે આત્મા પણ, સંસારને તજીને સાધુ ન બની શકે એ શક્ય છે અથવા તે, એ દેશથી વિરતિને પણ ન પામી શકે,
એ પણ શક્ય છે; પરંતુ, એના હૈયામાં અવિરતિ પ્રત્યે 'અનાદર અને વિરતિ પ્રત્યે આદર અવશ્ય હોય. “અવિરતિ એ પાપ રૂપ જ છે, હું અવિરતિમાં બેઠે છું એટલે પાપમાં જ બેઠો છું, વિરતિને પામ્યા વિના કેઈ કાળે મારે ઉદ્ધાર થવાને નથી–આ વગેરે માન્યતાઓ, એના હૈયામાં સુદઢ હોય. આથી, એને એમ લાગે જ કે-“હું સંસારને તજી શકતો નથી અને એથી મારે ગૃહસ્થપણે રહેવું પડે છે, એટલે મારે ઘર વગેરેની જરૂર પડે છે; બાકી, ચિન્તા કરવા લાયક તે શ્રી જિનમન્દિરાદિ જ છે. ઘર બાંધવું એ પાપનું કારણ અને શ્રી જિનમન્દિરાદિ બાંધવાં એ ધર્મનું કારણ, ઘરમાં પાપની પ્રવૃત્તિઓ થવાની અને શ્રી જિનમન્દિરાદિમાં પ્રભુભક્તિની પ્રવૃત્તિઓ થવાની. હું ઘરમાં રહું ને ઉદરનિર્વાહ ભીખ માગીને કરું તે તે અનુચિત છે, મારા ધર્મને લજવનાર છે, માટે મારે