________________
પહેલે ભાગ
૨૦૧ દેવની પૂજા કેણ કરે, તેની ય ચિન્તા અને દેવની પૂજા શામાંથી કરવી, તેની ય ચિન્તા, ઉભી થવા માંડી છે ને ? મન્દિરની ચિન્તા અમારે ક્યારે કરવી પડે ? ગૃહસ્થો કરી શકે ત્યાં સુધી અમારે એમાં પડવાનું નથી. તમે ન કરે, તે અમારે પણ એમાં પડવું પડે. તમારાં ઘર ભગવાનના શાસનનાં મટી જવા માંડ્યાં, માટે આજે વાંધો પડ્યો છે. છેક ત્રણ શેર દૂધ પીતે હોય, તે ચાર શેર દૂધ પીતે કેમ થાય—એની ચિન્તા કરે, પણ પાડોશમાં સાધર્મિક ભાઈ સીદતો હોય, તે ય એની ચિન્તા કરે નહિ! છોકરાને કઈ દિ' એમ કહ્યું કે તું પીએ છે એમાંથી થોડું રહેવા દે અને બીજાને આપ!? ” અરે, છોકરે કદાચ પિતાનામાંથી બીજાને આપવાનું કહે, તે ય આ કહે-ના, તું પી!” છેકેરે પીએ તે મન ઠરે અને સાધર્મિક દુઃખી થતો હોય તે રૂંવાડું યુ ફરકે નહિ! ઘર, છોકરા આદિ પ્રત્યે મારાપણું છે, એટલે મન કરે છે અને સાધર્મિક પ્રત્યે મારાપણું નથી, માટે એના દુઃખે દુઃખી થવાતું નથી અને એથી જ જનત્વ ઝાંખું પડે છે. જૈનત્વ ઝળહળે ક્યારે ?
જૈનત્વ ઝળહળે ક્યારે? હૈયામાં દેવ ગુરૂ-ધર્મને જે સ્થાન હોય, તે બીજા કોઈને પણ ન હોય ત્યારે ને? તમારે તે એમ કહેવું જોઈએ કે અમને ઘર જેટલું ગમતું નથી, તેટલું મન્દિર ગમે છે; પેઢી આદિ ધંધાના સ્થાને જેટલાં ગમતાં નથી, તેટલાં ઉપાશ્રય આદિ ધર્મસ્થાને ગમે છે; માતા-પિતાદિ વડિલો જેટલા ગમતા નથી, તેટલાં સાધુ ને સાવી ગમે છે; કુટુંબાદિ પરિવાર એટલે ગમતું નથી, એટલા