________________
પહેલા ભાગ
૨૦૩
પેઢી આગ્નિ ધંધાદારી સ્થાનાને સેવવાં પડે, બાકી સેવવા લાયક તા ધર્મસ્થાના જ છે. માતા-પિતા કર્મે આપ્યાં છે, છતાં એમને મારા ઉપર મેાટો ઉપકાર છે, એટલે એમની મારે ચાકરી તા કરવી જ જોઈ એ, પણ ખરેખર ચાકરી કરવા લાયક તા ગુરૂએ જ છે. કુટુંબીજના સાથેના સંબંધ કર્મે જોડેલા છે, છતાં હું એ સંબંધમાં છું એટલે એ સંબંધને પણ મારે નિભાવવા તો પડે છે, કેમ કે-ભગવાને ઉચિતનું ઉલ્લંઘન કરવાની ના પાડી છે અને સંબંધને નિભાવવા પડે છે, માટે એમના સુખ-દુઃખની મારે ચિન્તા ય કરવી પડે; પણ મારા ખરા સંધિઓ, મારા કલ્યાણકારી કુટુંબીજને તે મારા સાધર્મિકા જ છે, કેમ કે-એ સબંધ તે ધર્મે જોડેલા છે. હું એવા સ્થાને હું કે—ધન મેળવ્યા સિવાય, રાખ્યા સિવાય અને ગૃહકાર્યાદિમાં ખર્ચ્યા સિવાય ચાલે તેમ નથી; ખાકી મેળવવા લાયક, સાચવવા લાયક, વિનિમય કરવા લાયક તા એક ધર્મ જ છે. ધર્મ તારે અને ધન ડૂબાવે.” જૈનના હૈયામાં આવી આવી જ લાગણીઓ હોય. એ કરતા બધું દેખાય; જોનારને કદાચ એમ પણ લાગી જાય કે—
આ ઘર, પેઢી, માતા-પિતા, કુટુંબિએ અને ધન પાછળ જ પેાતાની બધી શક્તિ અને બધી સામગ્રી ખર્ચી રહ્યો છે; પણ એના અન્તઃકરણમાં શ્રી જિનન્દિરને જે સ્થાન હાય, તે સ્થાન ઘરને હોય નહિ; ઉપાશ્રયાદિ ધર્મસ્થાનાને જે સ્થાન હોય, તે સ્થાન પેઢી આદિને હોય નહિ; ગુર્વાદિકને જે સ્થાન હોય, તે સ્થાન માતા-પિતાદિને હોય નહિ; સાધર્મિકાને જે સ્થાન હોય, તે સ્થાન કુટુંબીજનાને હોય નહિ; અને ધર્મને જે સ્થાન હાય, તે સ્થાન ધનને હોય નહિ. એને શ્રી જિનમન્દિરાદિ તરફ રાગ હોય અને એ રાગમાં એને કલ્યાણ લાગતું હોય,