________________
પહેલા ભાગ
૧૦૭
આત્માને સંસારથી મુક્ત બનાવવા છે, એ માટે તમે આ બધી ધર્મક્રિયાઓ કરે છે, એમ તમારે કહેવું પડે, તમારે કબૂલ કરવું પડે કે-મેાક્ષ છે અને જે કાઇ પણ આત્મા સમ્યજ્ઞાન તથા સમ્યક્ ક્રિયાના ચેગને પામે, તે પેાતાના પુરૂષાર્થથી મેાક્ષને પામી શકે છે. સુખ, સ્પેદિક વિષયાના સંચાગમાં નથી, પણ આત્મા સર્વ સંયેાગેાથી પર બનીને જ અનન્ત અને અક્ષય સુખના ભોક્તા ખની શકે છે. શરીર તેા આત્માનું કેદખાનું છે. શરીરથી રહિત બનીને આત્મા અશરોરાવસ્થાને પામે, એ જ આત્માનું સાચું અને સંપૂર્ણ સ્વરૂપ છે. આત્મા વીતરાગ પણ ખની શકે છે, સર્વજ્ઞ પણ બની શકે છે અને અશરીરી પણ બની શકે છે. જ્યાં સુધી આત્મા વિષયસુખને જ સાચું સુખ માની બેઠા છે, ત્યાં સુધી આત્માના નિસ્તાર જ નથી. તમારે કહેવું જોઈ એ કે અમે
આ બધું માનીએ છીએ અને મેાક્ષને પામવાને માટે જ ધર્મ કરવા જોઈએ-એ વાતમાં અમને જરા ય શંકા નથી. અમે જે ધર્મ કરીએ છીએ, તે સંસારના સુખને માટે નહિ, પણુ અમારૂં ધ્યેય તે મેાક્ષસુખને જ મેળવવાનું છે. જેના હૈયામાં આટલું પરિવર્તન થઈ જવા પામ્યું હોય, તેના ઉપર મેાહના અધિકાર રહ્યો નથી અને વિવેકના અધિકાર શરૂ થયા છે. મેહના અધિકાર ગયા વિના મેક્ષ રૂચે નહિ અને એ વિના, મેાક્ષના હેતુથી ક્રિયા થઈ શકે નહિ. તમે મેાહુના અધિકાર નીચે જ છે કે હવે આત્માના અધિકારમાં આવી ગયેલા છે, એના નિર્ણય તમારે કરી લેવા જોઈ એ. તમે ખાત્રીથી કહે કે–અમે આ ધર્મક્રિયા મેાક્ષને માટે ીએ છીએ ’ એટલે એ ક્રિયા અધ્યાત્મમાં જાય, કેમ કે–જ્ઞાન અને ક્રિયા