________________
ચાર ,
૧૦૬
ચાર ગતિનાં કારણો વિશ્વાસ રાખ્યો કહેવાય નહિ!? પણ ખરું જોતાં, એ જીવે નથી તે ભગવાનને માન્યા કે નથી તે ભગવાનના વચનને માન્યું ! કારણ કે-ભગવાનને એ વીતરાગ, સર્વજ્ઞ અને મોક્ષે જનારા તરીકે સ્વીકારે જ નહિ તેમ જ ભગવાને મોક્ષમાર્ગની પ્રરૂપણ કરી હોય, ત્યારે આ જીવ એને સંસારસુખના માર્ગ તરીકે જ ગ્રહણ કરે ! ભગવાન જેનો સર્વથા નિષેધ કરે, તેને જ એને રસ ! ભગવાન વિષયવિરાગ આદિને માટે ધર્મ કરવાની જરૂર બતાવે, ત્યારે આ વિષયરાગથી જ આ કરવું જોઈએ-એમ માને! આમાં, એણે ભગવાનના વચનને વિશ્વાસ કર્યો, એટલે કે-એને ભગવાનનું વચન રૂછ્યું, એમ કહેવાય ખરું? અવિધિવાળી ધર્મક્રિયા પણ વિધિબહુમાનથી અને મોક્ષના
આશયથી હેય તે અધ્યાત્મમાં ખપેઃ તમને તે ભગવાનના વચન ઉપર વિશ્વાસ છે ને? પેલામાં ને તમારામાં ફેર શું છે? તમારી ધર્મક્રિયા ક્રિયા તરીકે તે પિલાની તુલનામાં આવી શકે તેમ છે જ નહિ, કેમ કે તમે જે થોડી-ઘણી ક્રિયા કરે છે, તે પણ કેટલી બધી પાંગળી છે, તે તમારી જાણ બહાર તો નથી જ ને ? પેલાના જેટલી ક્રિયા પણ નહિ અને ક્રિયાને એના જેટલી વિધિથી કરવાની કાળજી પણ નહિ, એ તે દેખીતી વાત છે ને ? એ અપેક્ષાએ તો, તમે એના કરતાં ચઢીયાતા નહિ જ ને ? ત્યારે, એના કરતાં તમે ચઢીયાતા છે, એ વાત તમારે કહેવી હોય, તે શું કહેવું પડે ? અમારી કિયા અધ્યાત્મમાં મૂકી શકાય તેવી છે, એમ તમારે કહેવું પડે. તમે જે ધર્મક્રિયા કરે છે, તે આત્માને ઉદ્દેશીને કરે છે, એમ કહેવું પડે. તમારે તમારા