________________
૧૭૨
ચાર ગતિનાં કારણ
શું કામ કરે? જે જન્મ્યા તે મરવાના, એમાં શંકા નથી. શ્રી તીર્થંકરદેવ થનારાએ પણ, જ્યાં સુધી જન્મ્યા ત્યાં સુધી અવશ્ય મર્યાં. એવું મરણુ જરૂર છે, કે જે મરણ પછીથી જન્મ ન હેાય; પણ એવા જન્મ એકેય નથી, કે જે જન્મ પછીથી મરણ ન હેાય. જે કાઇ જન્મ્યા, તે મરવાના, મરવાના ને મરવાના જ. આથી, આપણને મરણના ડર ન હેાય; ભય માત્ર જન્મવાના જ છે ને ? જન્મ્યા ન હોત, તેા કશી ઉપાધિ હતી ? જેઓ એવું મરે છે કે-મર્યા પછી જન્મે જ નહિ, તેઓ સદાને માટે પોતાના સ્વરૂપમાં રમણુ કરવા રૂપ અનંત સુખમાં હેર કર્યાં કરે છે. ‘નમો સિદ્ધાણું’ પદ દ્વારા આપણે રાજ એ તારકોને નમસ્કાર કરીએ છીએ. એ તારકાની અવિનાશી અને સુખમય અવસ્થા, એ આપણા આદર્શ છે. જૈનને તા, જો કાઇ જ્ઞાની કહે કે–હવે તારો જન્મ થવાના નથી’–તા એ વાતને સાંભળીને, અને ઉત્સવ ઉજવવાનું મન થાય. જે શાસનમાં આવી વાતા હોય, તે શાસનમાં મનુષ્યજન્મનાં વખાણ કરેલાં છે, તે આપણને એવા વિચાર ન થાય કે આ શાસને આ જન્મને વખાણ્યા કેમ ?’ કાઈ પણ જન્મમાં, જન્મરતિ બનવાની જીવની ઇચ્છા પૂરી થઈ શકે તેમ હોય, તેા તે ઇચ્છા આ મનુષ્યજન્મમાં જ પૂરી થઇ શકે એમ છે. એ માટે જ, આ મનુષ્યજન્મનાં, શાઓએ વખાણ કર્યા છે. જન્મરહિત અવસ્થાની પ્રાપ્તિ, એ આ જન્મ સિવાયના કાઇ પણ જન્મ દ્વારા થઈ શકતી નથી; એટલે જ, જન્મરહિત અવસ્થાને મેળવવાના માર્ગ દર્શાવનારાં શાસ્ત્રોએ,
આ જન્મનાં વખાણ કર્યાં છે. જન્મરહિત અવસ્થાને પામવાને અંગે જ, આ જન્મનું મહત્ત્વ છે. આ વાત જેના હૈયે જચી