________________
પહેલો ભાગ
૧૭૧ સારું હોય, તે તે જ બતાવે ને ? સારા ઝવેરીને સારે ઘરાક મળે, તે ઝવેરી એને કેક માલ બતાવે ? પિતાની પાસે એક એકથી ભારે હીરા-મોતી વગેરે હોય, પણ ગ્રાહકને સૌથી ભારે હીરો ખરીદવાનું મન કરાવવાનો પ્રયત્ન તો એ કરે ને? પછી, ઘરાક ભારેની ખરીદ કરી શકે તેમ ન હોય, તે એક એકથી ઉતરતા વળ બતાવવા માંડે, પણ ઝવેરી બતાવે તો ઝવેરાત જ ને? તેમ, અમે પણ, સૌથી પહેલાં તે સર્વત્યાગનો સર્વોત્તમ માર્ગ જ બતાવીએ ને? અમે ત્યાગ ન બતાવીએ, તે શું ભેગ બતાવીએ? ભેગમાં સુખ હોત, તો અમે એને છેડત શું કરવાને? અમારું લિંગ પણ ત્યાગનું સૂચક જ છે ને ? સાધુને જોઈને જ, જેનારે સમજી જવું જોઈએ કે–આ આપે તો ત્યાગ જ આપે. તમને ત્યાગના માર્ગે દોરવાને માટે જ, આ વાત છે કે-જીવવાને માટે તમારે પાપ તે કરવું જ પડે છે, પણ જે પાપ કરવું પડે છે, તેનું તમને દુઃખ થાય છે કે નહિ ? અને હજુ સુધીમાં એવું દુઃખ ન થયું હોય, તે ય આ સાંભળતાં સાંભળતાં પણ એવું દુઃખ પેદા થવા જોગી તમારા હૈયામાં લાયકાત છે કે નહિ ? આ સિવાય, તરવાને શાસ્ત્રમાં કેઈ ઉપાય બતાવેલ નથી. પાપ તરફ અણગમો પેદા થયા વિના તરી શકાય, એ બનવાજોગ વસ્તુ જ નથી. ઘરમાં રહેવા છતાં પણ ખેંચાણ સાધુપણુ તરફ જ થયા
કરવું જોઈએ? તમે તમારી બુદ્ધિને જરા કસીને વિચાર કરે કે–મનુષ્યજન્મ, એનાં વખાણ, જન્મને દુઃખનું કારણ માનનાર શાસ્ત્ર,