________________
ચાર ગતિનાં કારણે
તેમણે આજે જે વેષ પહેર્યાં છે, તે ચેાગ્ય સમજીને પહેર્યાં છે, એમ સમજીને વાત થાય છે ને ? ગૃહસ્થવેષમાં પાપ લાગ્યું, માટે આજ પૂરતા પણ અહીં આવ્યા ને ? એ તજવા ચેાગ્ય છે અને કરવા ચાગ્ય આ જ છે; હંમેશને માટે એને ત્યાગ નથી થઈ શકતા, પણ મનમાં તે એમ જ છે કે-કયારે એના હંમેશને માટે ત્યાગ થઈ શકે; એ માટે પર્વદિવસેાએ ત્યાગ કરવાના પ્રયત્ન કરેા છે, એમ માની લઉં ને ? જે વેષ પાપ કરાવનાર હોય, તે વેષ તરફ કેટલા બધા તિરસ્કાર હોય, માનવજન્મના ધણીને એ વેષમાં રહેવું પડે, એથી એનું હૈયું સળગતું હોય ને ? વિવેકી એનું ચાલે ત્યાં સુધી તે પાપ કરે નહિ અને પાપ કરવું પડે તે આઘાત થાય, એનું હૈયું કંપે, એને જ હૈયું સળગતું કહેવાય. આ જન્મ એવા છે કે-માણસ ધારે તે પાપ કર્યા વિના જીવી શકે અને પાપ કર્યા વિના જીવીને પાપના ક્ષય સાધવાથી જ મેાક્ષ મળે છે. જે આ સમજે, તેને એમ જરૂર લાગે કે-માનવજન્મ પાપ કરીને જીવવાને માટે નથી. આ વાત જેના હૈયે બેઠી હય, તે કક્દાચ પાપના પૂર ત્યાગી ન પણુ ખની શકે, તેા પણ એના જીવનના ઢાળ કયી દિશાએ હોય ? સામાયિક, પાષધ, પ્રતિક્રમણાદિ જે કાંઈ એ કરે, તે પાપના સર્વેથા ત્યાગ કરીને જીવાય, એવું જીવન મેળવવાને માટે જ એ કરે ને ?
૧૭૦
સ વાત બહુ ઉંચી.
શ્રી જૈન શાસનમાં આ જ સામાન્ય વાત છે. સ૦ કહેશે કે—મહારાજ દીક્ષાની જ વાત કરે છે. એ વાત કરૂં, તે તેમાં નવાઈ પણ શી છે ? જેની પાસે જે