________________
૧૩
પહેલે ભાગ જાય, તેને જીવવાને માટે કદાચ પાપ કરવાં પણ પડે, તે ય એનું એને દુઃખ થયા વિના રહે નહિ. એક યા બીજી રીતિએ બંધાએલાં પાપના નિવારણ માટે, પ્રતિક્રમણ કરવાનું વિધાન છે. સામાયિક શા માટે ? પાપ ઓછાં થાય, પાપને તજવાની વૃત્તિ સતેજ બને અને સમભાવના સાચા સુખને અનુભવ કરી શકાય, એ માટે સામાયિક છે. પૌષધ કરનારમાં પણ એ . ભાવ હવે જોઈએ કે–આમ તો આપણે પાપમાં જ જીવીએ છીએ, પણ બે-પાંચ તિથિ પાપથી બચીએ, એ માટે પૌષધ છે. આવું સમજીને કરે, તે આ પૌષધ, સામાયિકાદિ ખરેખરાં કિંમતી બને. “સંસારમાં રહેવું એ પાપ છે”-એમ જેને ન લાગતું હોય, તે પૌષધ કરવાને આવ્યો છે. શા માટે? કાં તો રૂઢિથી અને કાં તો વિપરીત ઈરાદાથી ને? જેનને તે માનવજીવનને પાપરહિતપણે જ જીવવાના મનોરથ હોય. એ પૌષધ કરે, તો ય એને યાદ આવે કે- આ પૌષધમાં પણ હજુ હું બધાં પાપોથી સર્વથા છૂટતો નથી. તમે કાંઈ આજની તારીખનું વ્યાજ છેડી દેવાના છો ? શ્રાવક સારામાં સારી રીતિએ પૌષધ કરે, તે ય એને પચ્ચખાણ “દુવિહં તિવિહેણનું અપાય, પણ “તિવિહં તિવિહેણું ”નું પચ્ચખાણ એને અપાય નહિ. કેમ? તમે આજે મૂકીને આવ્યા ખરા, પણ ત્યાંની વ્યવસ્થા કરીને આવેલા ને ? તમે સાધુની જેમ બધું મૂકીને તે નહિ આવેલા ને? આજે તમે અહીં છે, પણ ત્યાં તમારી પેઢી ચાલુ છે ને ? એમાં, આજે જે નફે થયો હોય કે નુકશાન થયું હોય, તેને જાણીને, એથી તમને આનંદ કે શક થવાને કે નહિ? ત્યાં થાય તે ન થાય, પણ નુકશાન થાય નહિ, એવી યોજના કરીને તમે અહીં બેઠા