________________
૩૦૮
ચાર ગતિનાં કારણેા
તેટલી ઈચ્છા હોય, તે પણ એમને મુશ્કેલીએ ઘણી છે; જ્યારે માણસ સુખી હાય તા, એનું મન સુધર્યું, એટલે એને ખીજી કશી ચિન્તા નહિ ને ? પેલાને ગમે તેટલું મન થાય, પણ કુદ્રુમ્માદિને કથાં મૂકી આવે ? પાંજરાપોળે મૂકવા જાય ? પાંજરાપાળે મૂકવાના વિચાર કરે, તેા ય માણસની પાંજરાપેાળ છે ? કુટુમ્બી જાને એમ રખડતાં મૂકી દે, એથી એને ધર્મ શાભે પણ નહિ. એમ કરવાથી તા, લાકને ધર્મની નિન્દાનું એક કારણ મળે. સામાન્ય સ્થિતિવાળાને પાછળના સંયાગાના બહુ વિચાર કરવા પડે. એમ ને એમ મૂકીને ભાગી આવે, તા લાક એમ કહે કે- ગાંડા છે કે બધાંને મૂકીને ચાલ્યા ગયેા !’ જ્યારે સુખી આવું કરે, તા લગભગ સૌ કોઈ એની અનુમેદના કરે. કોઇ એમ ન કહે કે–તાકાત નહેાતી, તેથી ત્યાં જઈને બેસી ગયા ! સુખી માટે, પાછળના કોઈ ભૂખે મરે-એવી સ્થિતિ નથી હોતી ને ? સુખી માણસાને તેા, આ વાતમાં કાં તે। હા પાડવી પડે અને કાં તે એમ હેવું પડે કે હજી હૈયે સંતેાષ પ્રગટતા નથી; અહીં રહેવામાં સમાધિ આવે તેમ નથી, કેમ કે-મમતા ઘટતી નથી !' સુખી માણસને મોટામાં મોટું કાઈ નડતર હોય, તેા તે એના મનનું છે; બાકી જો એને એમ થઈ જાય કે-મારે પંચેન્દ્રિયપ્રાણિવધ આદિ કારણેાથી ખચી જ જવું છે, તે પેાતાની એ ઇચ્છાના અમલ, એ ઝટ કરી શકે તેમ છે. સુખી માણસાએ, આ કાળમાં તે ખાત્રી રાખવા જેવી છે કે–તમે આવા નિર્ણય કરા, તેમાં તમારા ઘરના સંચાલક આદિ પ્રાય: મહું રાજી થાય. કદાચ દેખાવમાં ના પાડશે, પણ અંદરથી શાંતિના શેરડા વળશે. એક કાળ એવા હતા.