________________
૧૯૪
ચાર ગતિનાં કારણે વખાણવા લાયક છે?”—એમ કઈ પૂછે, તે તમે શું કહે? શાસ્ત્રમાં લખેલું છે, એમ? અથવા તે, અમારા મહારાજ જાણે કે પછી ભગવાન જાણે, એમ ને? પણ શાસ્ત્રમાં લખેલું છે અને મહારાજ જાણે છે, એમાં તમારું શું વળ્યું? તમને ફાયદે ક્યારે થાય? તમને ફાયદો તે, તમે કાંઈક પણ જાણતા છે, તે થાય ને? તમે જાણતા હે, તે તમે વિચારી પણ શકે અને સંબંધિઓ આદિને અવસરે કહી પણ શકે. આ મનુષ્યજન્મને પામીને આપણે શું કરવું જોઈએ, એની વાતે તમારા ઘરમાં થાય છે કે નહિ? જૈનના ઘરમાં તે આવી વાતે રેજ થાય, કેમ કે જૈન, ઘરમાં રહેતા હોય તે ય, તે સંસારથી છૂટવાને માટે રહેતે હેય. જગપૂજ્ય બનવાનું નસીબ માનવીનું જ છેઃ
તમારા ઘરમાં જે આવી વાતે ચાલતી હોય, તે ધર્મગુરૂઓ વૈરાગ્ય અને ત્યાગની વાત કરે, એટલે એ ઝટ રૂ ને? આમ તે, આ જન્મ દેવા કરતાં ઘણું ખરાબ છે; જન્મ તે એ, કે જ્યાં ભેગમય સુખી જીવન; પણ વિવેકી કહેશે કે–એને કરવાનું શું? પાપથી પાછા હઠવાને માટે દેવે રાંકડા છે. ઈન્દ્ર જે ઈન્દ્ર પણ, જ્યાં વિરતિની વાત આવે
ત્યાં, સામાન્ય માનવી આગળે ય હારી જાય છે. ત્યાં જે મળ્યું તે મળ્યું. વિકાસની તક જ નહિ. અહીં તે રંક હોય તે નસીબ હોય તે રાજા ય બની શકે અને સંસારને તજી દેવો હોય તે તજી ય શકે. દેવ ને દેવેન્દ્રો પોતપોતાની સ્થિતિમાં ફેરફારે ય કરી શકે નહિ અને ભેગના બને ત્યાગ પણ કરી શકે નહિ. માનવી લેકમાં તે, એક વારના ભયંકર