________________
પહેલે ભાગ
૧૯૩ બધા કોઈ એક-બીજાને પસંદ કરીને જ ભેગા થયા છે? તમને જે મા-બાપ મળ્યાં, તે મા-બાપ જ તમારે જોઈતાં હતાં, માટે તમે અહીં જમ્યા છે?નહિ; કર્મના વશથી સંબંધે સંધાય છે અને સંબંધ તૂટે છે તે પણ કર્મના વશથી જ તૂટે છે. જે સંબંધોમાં તમે આવી પડ્યા છો, તે સંબંધે ય ટકવાના ક્યાં સુધી? બધાના બધા સંબંધે મરતાં સુધી ટકે છે ? જીવતાં નેખા ન પડે તો સારું, એમ કહેવું પડે ને ? બાપદીકરા ય જીવતાં જીવતાં નેખા પડી જાય છે ને? ભાઈ-ભાઈ અને ધણી-ધણીયાણું પણ? મા-દીકરો ય છૂટા પડે? છૂટા પડવાની સંસારમાં નવાઈ નથી, પણ માત્ર ભગવાનની આજ્ઞાન પાલન માટે છૂટા નહિ પડવું જોઈએ, એમ ને? દીકરે માની સામે ન જુએ, લાત મારીને ચાલતો થઈ જાય, તે માં શું કરે છે? રેતી રહે છે ને? પણ એ જ મા, દીકરાને ભગવાનની આજ્ઞાની આરાધના કરવાને માટે છૂટા પડવું હોય, તે છૂટો પડવા દે ખરી? ઘરમાં જરા એક બીજા વિવેકથી બેસીને આવી વાત કરો ! પાપના યોગે દીકરા, માતાના ને બાપના નથી રહ્યા, એ આ સંસાર છે. છોકરો કોણે, બહેરે, બેબડે, મુંગ જ હેત, તે શું કરત? પુણ્યના યોગે એ સારે પાક્યો, તે એને પાપરહિત બનતાં અટકાવો શા માટે? શી ખબર કે-એ વહેલો જશે કે આપણે વહેલા જશું? અસલ તે, માતા-પિતાએ પિતે બાળકને પાપરહિત જીવન તરફ વાળવો જોઈએ; તેને બદલે, બાળક તૈયાર થાય તે ય વિદ્ધ કરવાની વાત, એ કયી દશા ? આ મનુષ્યજન્મની મહત્તા શા માટે છે, એ વાત સમજાઈ નથી-એનું જ આ પરિણામ છે, એમ લાગે છે ને? “આ મનુષ્યજન્મ શા માટે ૧૩