________________
૧૯૨
ચાર ગતિનાં કારણે ય હોય, તે ય એ માર્ગને આરાધે અને ઉજવલ કરે. સંસારમાં છૂટા પડવાની નવાઈ નથી ?
આપણું ચાલુ વાત તો એ હતી કે ઘરમાં ય પરસ્પર ધર્મની વાત ચાલવી જોઈએ. રાજા અને રાણી વચ્ચે ધર્મની ચર્ચા ચાલતી હતી, માટે આ પ્રસંગ આવ્યો ને? ઘરમાં પિતપેતાના સ્થાનને ઉચિત વ્યવહાર બરાબર જાળવે, પણ પિતાને સારી ચીજ મળી છે-એમ લાગે, તે પોતાના સ્નેહી આદિને તે આપવાનું મન ન થાય, એ બને જ કેમ? “પાપથી રહિતપણે જીવવાની જેવી સામગ્રી આ મનુષ્યભવમાં છે, તેવી બીજા કેઈ પણ ભવમાં નથી.”—આ વાત જેના હૈયામાં જચી. હોય, તેના ઘરમાં બીજી વાત શી હેયર ગૃહસંસાર છે એટલે વાતે તે ઘણું હોય, પણ આ વાત લગભગ દરેક વાતમાં વણાએલી હોય. તમારા ઘરમાં આ વાત થાય છે?
સબીજી બધી વાત થાય છે.
એક આ જ વાત થતી નથી, એમ ને? તમે બધાના હિતસ્વી ખરા ને? તમારા સંબંધને પામેલા મરીને ક્યાં જશે, એની ય ચિન્તા નહિ ? ઘરમાં બાઈઓ વગેરેને કહ્યું છે કેતમે ને અમે અહીં પંખીમેળાની જેમ મળ્યાં છીએ; પ-૨૫ વર્ષને આ સોદો છે; આમાં રાચવા જેવું કાંઈ નથી; આ જીદગીમાં ખરું કામ તો પાપરહિત બનીને ભગવાનને ધર્મ આરાધવાનું જ કરવા જેવું છે, જ્યાં સુધી એવી સ્થિતિ ન આવે, ત્યાં સુધી ઘરમાં પણ રહેવું પડે, પણ ઘરમાં રહીને યા ક્યારે ઘરબાર છૂટે, એ પ્રયત્ન કર્યા કરે જઈએ!”
સ, જે અમારા હૈયે ન હોય, તે વાતમાં આવે ક્યાંથી ? પછી, તમારા ઘરમાં વૈરાગ્ય પણ ક્યાંથી હોય? તમે