________________
ચાર ગતિનાં કારણે પામ્યા, કે જેને લઈને તરત જ પૂ. આચાર્યદેવશ્રીએ મુંબાઈ તરફ વિહાર લંબાવવાની પિતાની ભાવનાને મોકુફ રાખી દીધી અને પાલીતાણું પૂ. ગુરૂદેવશ્રીની સેવામાં પહોંચી જવાને નિર્ણય કરી લીધે.
આ નિર્ણય મુજબ, ચિત્રી એની પૂર્ણ થતાંની સાથે જ, પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીએ પિતાને વિહાર પાલીતાણું , તરફ લંબાવ્યો અને જેઠ સુદી પાંચમના શુભ દિવસે તો તેઓશ્રી પિતાના પૂ. ગુરૂદેવ–પૂ. આચાર્યદેવ શ્રીમદવિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની સેવામાં પહોંચી ગયા. - એ વખતે, શ્રી સિદ્ધગિરિજીની તળેટીમાં આવેલી જૈન સંસાયટીમાંના શેઠ શ્રી નગીનદાસ કરમચંદ સંઘવીના “રસિકનિવૃત્તિ-નિવાસ” નામના બંગલામાં, પૂ. સિદ્ધાન્ત મહેદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયમસૂરીશ્વરજી મહારાજા વિરાજતા હતા; આથી, પૂ. પ્રવચનકાર મહાત્માશ્રી પણ ત્યાં જ પધાર્યા અને એથી પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીનું તે દિવસનું પ્રવચન પણ, એ જ બંગલામાં થયું.
પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીના પહેલા દિવસના પ્રવચનને સાંભળવાને માટે એકત્રિત થઈ ગયેલાં ભાઈ–બેનેના વિશાલ સમુદાયને જોતાં, સૌને લાગ્યું કે–પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીના પ્રવચનને માટે તે, આ સ્થાન ઘણું જ નાનું પડશે. આથી, બીજા દિવસથી જ, ત્યાં નજદીકમાં આવેલા શેઠ શ્રી બકુભાઈ મણિલાલના બંગલાના વિશાલ હોલમાં, પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીનું પ્રવચન ગોઠવવામાં આવ્યું.
પછી શરૂ થયું ચતુર્માસ. ગામ–ગામથી અને દેશ-દેશથી સંખ્યાબંધ ભાઈ–બેને શ્રી સિદ્ધગિરિજીની અને સાથે સાથે બનને ય પૂ. આચાર્યદેવેની છાયામાં ચતુર્માસ કરવાને માટે