________________
ચાર ગતિનાં કારણે નહિ, પરંતુ પાલીતાણામાંના પિતાના વસવાટને અને પિતાનાં વ્યાખ્યાનેને જે કાર્યક્રમ પ્રગટ થઈ ચૂક્યો હતો, તે સઘળા ય કાર્યક્રમને રદ કરીને, એકાએક કાનજીસ્વામી સોનગઢ ચાલ્યા ગયા. આમ થવાથી, કાનજીસ્વામિને સ્પષ્ટ ખૂલાસાઓ કરવાને માટે ‘પાલીતાણા એ અનુકૂળ સ્થલ નથી એમ લાગ્યું હોય અને “સોનગઢ” એ અનુકૂલ સ્થલ છે–એમ લાગ્યું હોય, તે તે માટે જાતે સોનગઢ આવવાની તૈયારી દર્શાવતું પત્ર પણ, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ કાનજીસ્વામી ઉપર લખ્યો અને તે પત્ર રજીસ્ટર્ડ કરાવીને, સેનગઢ કાનજીસ્વામી ઉપર રવાના કરાવાયો. હવે તે, કાનજીસ્વામિએ એ પત્ર જ લેવાની ટપાલીને ના કહી દીધી અને એથી “માલિકે લેવા ના પાડવાથી મોકલનારને પાછો ”—એવા શેરા સાથે તે પત્ર, ટપાલખાતાએ પાલીતાણું પાછો મોકલી આપે. આમ, પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીની પાલીતાણા મુકામે એ સમયે હાજરી હોવાથી, કુમતના પ્રચારની કાનજીસ્વામિની મુરાદ બર આવી શકી નહિ અને તેમની આખી ય પેજના સર્વથા નિષ્ફળ નિવડી.
ઉપર જણાવેલા સંયોગોમાં, પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીએ વિ. સં. ૨૦૦૬ નું ચતુર્માસ પાલીતાણામાં કર્યું હતું. એ વખતે, પૂ. સિદ્ધાન્ત મહેદધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયમસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં જ પૂ. પ્રવચનકાર મહાત્મા શ્રીનાં ઘણાં–ખરાં જીન્દાં પ્રવચને થયાં હતાં. પાલીતાણામાં થયેલાં એ પ્રવચનમાંથી, કેટલાંક પ્રવચનેની નોંધ લેવામાં આવી હતી. એ નોંધને ટૂંકાવીને અને પરસ્પર મેળવીને