________________
૧૨૦
ચાર ગતિનાં કારણો પોલીસ જ્યાં બીજાને પેસવા ન દે, ત્યાં રાજ્યના મહેમાનને આદરથી લઈ જાય. એ રીતિએ, આપણે મેક્ષ માટે ભગવાનનું દર્શન આદિ કરનારા થયા, એટલે ભગવાનના બની ગયા. પછી તે, કર્મસત્તા પણ આપણને સુખ આપવા અને ખરાબ સ્થિતિમાં નહિ રાખવા બંધાએલી છે. “સંસારનું સુખ તજવા જેવું જ છે, એક મોક્ષસુખ જ મેળવવા જેવું છે અને હું જે કાંઈ કરું તે મોક્ષસુખને મેળવવાને માટે જ કરૂં–આટલી પણ શ્રી જિનવાણી જ ઝીલાઈ જાય, તે ય સંસારમાં બાદશાહની માફક જીવવાનું થઈ જાય. અનાદિ કાળથી જે કર્મસત્તા મેદા માર્યા કરે છે, તે આપણી સંભાળ રાખતી થઈ જાય.
સવ સમકિત પામ્યા પહેલાં આ ભાવ કેમ આવે ?
સમક્તિ પામ્યા પહેલાં આવા તે ઘણા ભાવે આવી શકે છે. સમક્તિ તે, ઘણા પુરૂષાર્થે આવે. મોક્ષને આશય, એટલે મોક્ષના આશથી ધર્મક્રિયા કરવાની વૃત્તિ! એ, સમકિત પહેલાં જ આવી શકે અને એ દ્વારા પણ સમકિત માટે જરૂરી ક્ષપશમાદિને સાધી શકાય. શ્રી જિનશાસનની મોક્ષ માટે ઉપદેશાએલી ક્રિયાઓ કરનારમાં, વ્યવહાર સમકિત માનેલું છે. નગમ નામને પણ એક નય માનેલો છે. નિગમ નય, એ એક એવા પ્રકારને નય છે કે-એ નય થોડી પણ શ્રી જિનશાસનને અનુસરતી ક્રિયાને દેખે, એટલે એ નય એમ કહે કે-એનામાં ય સમકિત છે. સ. એવા સમકિતીને સંસાર અર્ધ પુદ્ગલપરાવર્તથી ય ઓછો
ખરે કે નહિ ? ચોથા ગુણસ્થાનકને પામેલા જીવના જ સંસારને અર્ધ પુદગલપરાવર્તથી એ છે સંસાર કહી શકાય. એ માટે તે, દર્શનમોહનીયના ક્ષયોપશમાદિની આવશ્યકતા. આપણી વાત