________________
પહેલે! ભાગ
૧૨૧
તા એ છે કે-આપણને એમ નિશ્ચિત થઈ જવું જોઈ એ કે‘ભગવાને મેાક્ષ માટે ધર્મ કહ્યો છે અને હું જે શ્રી જિનદર્શનાદિક થોડી પણ ક્રિયા કરૂં છું, તે મોક્ષને માટે કરૂં છું' પછી કાઈ પૂછે કે-શ્રી સિદ્ધગિરિએ કેમ આવ્યા છે ?' તા કહેવાય કે
આ એવી પુણ્યભૂમિ છે કે–અહીં કાંકરે કાંકરે અનંતા સિદ્ધો થયા છે, એટલે અહીં આવવાથી મારી પણ મોક્ષની ભાવના સતેજ અને અને મોક્ષમાર્ગની આરાધના મારાથી સારી રીતિએ થાય, એ માટે હું અહીં આવ્યે છું.’આવી ઇચ્છાપૂર્વક જે જીવ ધર્મક્રિયા કરવા મંડયો, તે જીવ ધર્મક્રિયા થેાડી પણ કરી શકે, છતાં કમસત્તા તેની સંભાળ રાખવા માંડે. કર્મસત્તા એને સુખ આપે, પણ મોક્ષના અભિલાષ એ કામ કરે કે-એને એમાં મુંઝાવા દે નિહ. મોક્ષના હેતુથી ધર્મ કરનારને જે સુખ મળે, તે સુખ ખીજાએના કરતાં ભોગવટામાં સારૂં હાય, પણ મુંઝવીને ભયંકર પાપ બંધાવનારૂં ન હેાય. મોક્ષની ઈચ્છાપૂર્વક કરેલા નાના પણ ધર્મથી જે સુખ મળે, તે બીજી ઇચ્છાથી મોટા પણ ધર્મ કરી, તે ય ના મળે. ઉપરાન્ત, એ સુખ, ધર્મને ભૂલાવી ન દે, પણ ધર્મ કરવાની અનુકૂળતા કરી આપે, એ વળી મોટા લાભ ! ચરમાવર્ત્તમાં આવવા માત્રથી શું વળે?
જેમ શ્રી તીર્થંકર ભગવાનને સંસારના સુખની કાંઇ જ પડી હેાતી નથી, છતાં તેમાં જરા ય ખામી રહેતી નથી. ઋદ્ધિ-સિદ્ધિની એમને ઇચ્છા કે ચિન્તા નહિ, પણ ઋદ્ધિસિદ્ધિને પાર નહિ ! કુટુંબાદિ અને સેવકજને આદિ સર્વે અનુકૂળ હોય. એમને ઇન્દ્રાદિ નમે તે જોઈ એ છે એમ નહિ,