________________
૧૨૨
ચાર ગતિનાં કારણો પણ ઈન્દ્રાદિ એમને નમ્યા વિના રહે નહિ. જગતમાં જે માણસ બહુમાનનીય બની જાય છે, તેનું વચન આદેય થઈ જાય છે. માણસને જગતમાં બહુમાનનીય બનાવનાર પુણ્યકર્મ છે. એ પુણ્યકર્મ સારું બાંધેલું હોય, તે એની વચનાદેયતાથી ઘણું તરે. પા૫વૃત્તિ સાથે એ પુણ્યકર્મ બાંધેલું હોય, તો એ યહૂબે અને એ એને મળેલી શક્તિથી અનેકેને ડૂબાવે. સંસારના સુખના લેભીયાઓને સારું પુણ્યકર્મ બંધાય નહિ. સુંદર કેટિનું પુણ્ય તે, સંસારથી ઉદ્વિગ્ન અને મોક્ષના અર્થી માટે જ અનામત હોય છે. મોક્ષના આશયથી ધર્મ કરશે, તો સુખ જોઈશે તે મળી રહેશે, તકલીફ નડશે નહિ, પાપોદયે તકલીફ આવશે તે ય તે તકલીફમાં ય સમાધિ જશે નહિ અને સુખ ભેગવવાના કાળમાં ય રાગ મુંઝવશે નહિ. આ ધર્મ કરવાને આપણે અનુકુળ કાળ આવી લાગે છે, કેમ કેઆપણે અહીં આવી ગયા છીએ.
સવ ગમે તેમ અવિધિથી ધર્મ કરે તે ય ફળ મળે?
મોક્ષને આશય આવ્યું અને મોક્ષના હેતુથી ધર્મ કરવાનું મન થયું, એટલે પછી ધર્મ ભગવાનની આજ્ઞા મુજબ કરવાની વૃત્તિ આવ્યા વિના નહિ રહે. પછી તે, કિયામાં જે અવિધિ આદિ થતું હશે, તે એને જ દેખાવા માંડશે અને ખટકવા માંડશે, કેમ કે-ખપી થયો ખરે ને? ખપી બનેલ જીવ, “પિતાને આશય કેવા પ્રકારે ફળે તેમ છે–એ શેાધવાનો પ્રયત્ન કર્યા વિના રહે નહિ. વિધિબહુમાન હોય, તે અવિધિ બહુ નુકશાન કરી શકે નહિ; માટે, હમણાં અવિધિ આદિની બહુ ચિન્તાને અવકાશ નથી. એક વાર આશયશુદ્ધિ કરી લો, પછી કામ ઘણું સહેલું બની જશે. મોક્ષને આશય પેદા