________________
૧૨૩
પહેલે ભાગ થઈ શકે, એ આ કાળ છે અને મોક્ષને આશય પેદા કર્યા વિના, આમાંનું કાંઈજ વાસ્તવિક રૂપમાં સફલ થઈ શકે તેમ નથી. મોક્ષનો આશય શરમાવર્ત સિવાય બીજે થતો નથી. અભવી ને દુર્ભવી, શ્રી તીર્થકર ભગવાનના યોગને પામવા છતાં ય, સુધરી શકતા નથી; પણ, એમાં એ બીચારા કરે પણ શું? મોક્ષના આશયને પામવાને માટે, તે જે તદ્દન અગ્ય છે, કારણ કે–ચરમાવર્ત કાળમાં જ મોક્ષનો આશય પેદા થઈ શકે છે. આપણે ધારીએ તે, આપણે એ આશયને જરૂર પેદા કરી શકીએ. એ માટે જ, આપણે એ વિચાર કરવા માંડયો છે કે–પુણ્ય તમને સંસારની સામગ્રી પણ આપી છે અને ધર્મની સામગ્રી પણ આપી છે, પણ એ બેમાંથી તમને કયી સામગ્રી મળ્યાને આનંદ છે ? આ બે પ્રકારની સામગ્રીમાંથી કયી સામગ્રી તરફ તમારું ખેંચાણ છે ? ક્યી સામગ્રી માટે, કયી સામગ્રીને ઉપચોગ કરવાનું મન થાય છે ? ધર્મસામગ્રીને સફલા કરવામાં સંસારસુખની સામગ્રીને ઉપયોગી બનાવવી છે કે સંસારસુખની સામગ્રીના રક્ષણ, ભગવટા આદિને માટે ધર્મસામગ્રીનો ઉપયોગ કરવાનું મન છે? આ વગેરે પ્રશ્નો તમને વિચાર કરનારા બનાવવાને માટે મૂક્યા છે. બન્ને પ્રકારની સામગ્રી તે મળી, પણ એમાં ખુમારી ક્યી સામગ્રીની પ્રાપ્તિની ? એમ થાય છે કે હું તે ગામને છું, કે જ્યાં એક, બે કે વધુ શ્રી જિનમન્દિરે છે; ઉપાશ્રયે છે; સાધુ-સાધ્વીઓનું આવાગમન ચાલુ છે અને સાધમિકેને સહવાસ છે? અથવા મારે દેશ તે છે, કે જ્યાં ઘણાં તીર્થો આવેલાં છે, એમ થાય છે? શરમાવર્ત, એ ધર્મપ્રાપ્તિને કાળ ખરે, અધ્યાત્મની પ્રાપ્તિ ચરમાવર્તમાં જ થઈ શકે, પરંપરાએ મોક્ષનું કારણ