________________
૧૧૯
પહેલો ભાગ એ પ્રતાપ છે. શ્રી જિનવાણીને ઝીલીએ, એટલે આપણને એમ થાય કે-સંસારનું કોઈ પણ સુખ ઈચ્છવા જેવું નથી, માટે જે કાંઈકિયા કરવી તે દેશના આશયથી કરવી. મેક્ષના આશયથી કિયા કરવાના યોગે, ન માગીએ તો ય સંસારનું સુખ મળવાનું છે, તો પછી એની માગણી શું કામ કરવી ? માગણી કરીને લેશું, તે રાગ વધી જશે અને તે દુર્ગતિમાં ઘસડી જશે, એમ થાય ને ? સંસારનું સુખ માગીને મેળવવામાં ઓછું મળે અને આસકિત ઘણી થાય. સંસારના સુખને તજવા જેવું માનીને, ધર્મ જે મેક્ષના આશયથી કર્યો હોય, તે સંસારનું પણ સુખ મળે ઘણું અને તેને રાગ મુંઝવે નહિ. ધર્મમાં મેક્ષને હેતુ આવે, એટલે કર્મસત્તા પણ અનુકૂળ
બનવા માંડેઃ શ્રી સિદ્ધગિરિ એટલે? અહીં તે કાંકરે કાંકરે અનંતા આ ત્માઓ શ્રી સિદ્ધપદને પામેલા છે. આવા મહિમાવત્નાગિરિવરની યાત્રાએ આવ્યા, માટે આપણે શ્રી જિનવાણીને ઝીલવાને માટે પાત્ર રૂપ કાલમાં આવેલા છીએ, એમ માનીને ચાલવું. નક્કી કરવું કે ભગવાનનું દર્શન આદિ જે કાંઈ હું કરું છું, તે મોક્ષને માટે કરું છું ! સંસારને મને રાગ છે, પણ એ રાગ મને ગમતો નથી, તેથી મારા એ રાગને તેડવાને માટે હું દર્શનાદિ કરું છું.” આ રીતિએ દર્શનાદિ કરે, તો એ મેક્ષ આપનાર તે થાય; પણ મોક્ષ આપનાર નહિ થાય ત્યાં સુધી ય, તે આપણને સંસારમાં સારી રીતિએ રાખવા બંધાએલ છે. જેમ રાજ્યના મહેમાનને પિલીસ સાચવે કે નહિ ? એને કેમ અનુકૂલતા રહે, તેની પોલીસ જ ચિન્તા કરે ને? રાજયની