________________
૧૧૮
ચાર ગતિનાં કારણે ધર્માનુષ્ઠાનેને આચરવાની રૂચિ પણ એનામાં પ્રગટી શકે! એટલે, આ કાળ એ છે કે-શ્રી જિનવાણીને ઝીલવાની આપણે જેટલી મહેનત કરીએ, એટલી લેખે લાગ્યા વિના રહે નહિ. શ્રી જિનવાણીને ઝીલવાને પ્રતાપ :
શ્રી જિનવાણીને આપણે ઝીલી શકીએ, તે, મિક્ષ તે જ્યારે મળશે ત્યારે મળશે, પણ એના પ્રતાપે સંસાર પણ સુકર બની જાય. આજે સંસારના સુખની આશામાં જ રીબાવું પડે છે ને ? શ્રી જિનવાણી ઝીલાય, એટલે સંસારના સુખની તૃષ્ણા ઉપર કાપ પડે. આ સુખ તજવા જેવું લાગે અને મોક્ષસુખ મેળવવા જેવું લાગે. થેડે ઘણે પણ જે કાંઈધર્મ થાય, તે સંસારથી છૂટવાને માટે અને મોક્ષને મેળવવાને માટે થાય. એથી, સુખ મળે ઘણું, છતાં આત્માને એ સુખ મુંઝવે નહિ. શ્રી જિનવાણી જેના હૈયે વસી, તે દુઃખમાં પણ સુખ અનુભવી શકે અને મળેલું સુખ ભેગવે, તે ય પાપથી તે બહુ લેપાય નહિ. જેમ કહેવાય છે કે રાજેશ્વરી નરકેશ્વરી. રાજ્યમાં નરકે લઈ જવાને ગુણ ખરો, પણ રાજાના ય હૈયે જે શ્રી જિનવાણી વસેલી હોય, તે રાજ્યને ભોગવવા છતાં પણ, એ નરકે જાય નહિ અને સદ્ગતિને પામી શકે. નરકે લઈ જાય –એવી પણ વસ્તુને ભોગવવા છતાં, નરકે જાય નહિ અને સદ્ગતિને પામે, તે શાથી? રાજ્ય તજવા જેવું જ લાગ્યા કરે, રાજ્ય ભોગવે પણ ન છૂટકે ભગવે; ઈચ્છા તે મેક્ષસુખની જ હોય, અને મોક્ષમાર્ગને સેવવા તરફ વલણ હેય. આ, મન ફરી ગયું ને? પાપમાં રહેવા છતાં પણ, મન પાપાસક્ત - રહ્યું નહિ ને? એ પ્રતાપ કેને? શ્રી જિનવાણીને ઝીલવાને,