________________
પહેલે ભાગ
૧૧૭ મેક્ષના હેતુથી આરાધના કરૂં” એવી ઈચ્છા તેનામાં પ્રગટી શકતી નથી. જ્યાં સુધી, એક પુદગલપરાવર્તથી વિશેષ કાળને માટે જીવને સંસારમાં ભટકવાનું હોય છે, ત્યાં સુધી, એ જીવને ખૂદ શ્રી તીર્થંકર ભગવાન આદિનો વેગ થઈ જાય અને એ તારકની વાણીનું શ્રવણ કરવાનો યોગ પણ પ્રાપ્ત થઈ જાય, તે ય એ જીવને મોક્ષની ઈચ્છા થાય જ નહિ. મોક્ષને પામવામાં એક પુદ્ગલપરાવર્તથી એ કાળ બાકી હોય, તો જ “મેક્ષની ઈચ્છા થવાને માટે એ જીવને કાળ પાક્યો છે”—એમ કહી શકાય. આથી તે, ચરમાવર્ત કાળને જ શ્રી જિનવાણીના પ્રયોગનો કાળ કહ્યો છે. ચરમાવર્તમાં આવેલ જીવ જ, શ્રી જિનવાણને ઝીલી શકે છે. ચરમાવર્સમાં આવેલાને, શ્રી જિનવાણીને ઝીલવામાં, કાલ અન્તરાયભૂત બને નહિ. તે પછી, સમ્યગ્દર્શન ગુણ પ્રગટવાને માટે તે, અર્ધ પગલપરાવર્ત કાલથી પણ ઓછો સંસારકાલ જોઈએ. જીવને સંસારકાલ જે અર્ધ પુદ્ગલપરાવર્ત કાલથી પણ ઓછો બાકી હોય, તે જ સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવવાને માટેનો તે યોગ્ય કાળ ગણાય. ચરમાવર્તને નહિ પામેલા જીવોને માટે તો, શ્રી જિનવાણીનો પ્રયોગ નિષ્ફળ નિવડે, એ અવશ્યભાવી છે, કેમ કે-જીવ ભવ્ય હેય તે ય, કાલ જ એ છે કે–એના હૈયામાં શ્રી જિનવાણું પરિણામ પામી શકે જ નહિ. કોઈપણ રીતિએ, એનામાં મોક્ષને અભિલાષ પ્રગટી શકે જ નહિ; જ્યારે ચરમાવર્ત કાલ, એ એવો કાલ છે કે-એ કાલને પામેલા જીવને જે લઘુકર્મિતા આદિને વેગ થઈ જાય અને જીવ જે પુરૂષાર્થ બને, તો એના હૈયામાં શ્રી જિનવાણી કમે કરીને પરિણામ પામી શકે અને એથી એનામાં મેક્ષને અભિલાષ પણ પ્રગટી શકે તથા મોક્ષના હેતુથી