________________
પહેલા ભાગ
૩૧૩
ન હોય ને આમ પહેર્યું ન હેાય તથા આટલું ખાધું હાય ને આટલું પહેર્યું હોય, તેા પૈસા બચે એમ ધારીને, ઘરમાં સૌના ખાવા-પીવા ઉપર અને પહેરવા–આઢવા ઉપર પણ અકુશ મૂકે. આવા માણસ, કેાઈ પૈસા લઈ ના જાય, એ માટે હિંસાની, અસત્યની અને ચારીની કેટકેટલી યેાજના મનમાં ઘડવા કરે ? આવી વૃત્તિથી ઓછું ખાય ને એન્ડ્રુ પહેરે, એ સાદાઇ નથી; પણ હૈયામાં સળગી રહેલા દુર્ધ્યાનના અગ્નિનું એ પ્રતીક છે. ત્યાગબુદ્ધિથી, હિંસાદિકથી ખર્ચવાની મુદ્ધિથી, સામાન્ય ખાય અને સામાન્ય રહે, એ સારા; પણુ ખર્ચ ન થઇ જાય એ માટે છતી લક્ષ્મીએ સાધારણ રહે, તે સારે। નહિ. સામાન્ય સ્થિતિને માણસ, પેાતાની સ્થિતિથી અધિક ખર્ચ કરે તેા દુઃખી અને અને આ એમ ને એમ દુઃખી રહ્યા કરે. રૌદ્રધ્યાનમાં જ જીન્દગીને પસાર કરીને, પછી એ સુખે નરકે જાય; કારણ કે–મરતાં ય એને હૈયે તે એ જ વાત હોય કે હું જીન્દગીમાં આટલું કમાયા, પણ એમાંથી આટલું બધું મૂકી જનાર તા મારા જેવા કાઈક જ ! ત્રણે ય કાળમાં દુ:ખી થતા જીવા :
આવા જીવ કયારે સુખ પામશે, તે તેા જ્ઞાની જાણે. અહીં તે આટલી મેાટી સંપત્તિને પામ્યા, એટલે ભૂતકાળમાં એણે કાંઈક ને કાંઈક ધર્મ તા કરેલા જ; કેમ કે-ધર્મ કર્યાં ન હેાત, તે સંપત્તિનું પુણ્ય સાંપડત નહિ; પરન્તુ આટલી સંપત્તિ મળવા છતાં પણ, આ ભવમાં એ જે રીતિએ વર્તો, તે ઉપરથી એવી કલ્પના જરૂર થઈ શકે કે એણે ભૂતકાળમાં ધર્મ કરેલા, તે વખતે ય આશાએ કરેલા. તે વખતે પણુ, એ
૨૩