________________
૩૫૪
ચાર ગતિનાં કારણે આશાનું દુખ જરૂર અનુભવતા હશે. એને ભૂતકાળમાં આશાએ પીડયો અને આ ભવમાં સંરક્ષણની તીવ્ર લાલસાએ પડ્યો. પૂર્વે આશાનું દુઃખ, મળ્યું ત્યારે ભગવાઈન જાય તેની ચિંતાનું દુઃખ અને પાછળ દુર્ગતિનું દુઃખ ! આપણે ત્યાં મમ્મણ શેઠને દાખલો આવે છે ને ? એની સંપત્તિ કેટલી? કહેવાય છે કે--મહારાજા શ્રી શ્રેણિક પાસે જે સંપત્તિ હતી, તે મમ્મણ શેઠની સંપત્તિની પાસે કેઈ વિસાતની ગણાય નહિ! પણ, એ જીવતો તેલ-ગેળા ખાઈને! એણે જેટલું લક્ષમીની મૂછથી સહન કર્યું છે, તેટલું જ જે એણે મોક્ષની અભિલાષાથી મેક્ષમાર્ગની સાધનાને માટે સહન કર્યું હતું, તે એ મેક્ષને પામ્યા વિના રહેત નહિ ! એટલું બધું સહન કરનારે એ, મરીને ગયે ક્યાં? સાતમી નરકે ! કેમ એણે ખાધું પીધું ને પહેર્યું–ઓયું નહિ? એણે, વધુમાં વધુ સાદાઈથી જીવન કેમ પસાર કર્યું? વધારે ખર્ચાઈ જાય નહિ, એ માટે! એટલે, ભૂતકાળમાં પૈસા માટે ધર્મ કરેલો, અહીં પૈસે મળ્યો તે ભેગવી શકાય નહિ અને અન્ત દુર્ગતિના દુઃખમાં જઈ પડો ! આવું પણ બને ને ? રૌદ્રધ્યાન કુટિલતાના ઘરનું છે અને જો એ જોરદાર બની જાય, જીવ એમાં જ જે આસક્ત રહ્યા કરે, તે જરૂર એ નરકે લઈ જાય. ત્યાગવૃત્તિથી પિતે તજે ને બીજાને ખવડાવે
નરકનાં કારણે સંસારમાં ઠાંસી ઠાંસીને ભરેલાં છે. જે કોઈ ભાનભૂલે બને અને રૌદ્રધ્યાનમાં રક્ત જ બન્યું રહે, તે તે, આરંભની ક્રિયા કરે તે ય નરકે જાય અને આરંભની કિયા ન કરે તે ય નરકે જાય; ધન-ધાન્યાદિ પરિગ્રહ તેની