________________
પહેલે ભાગ પાસે પિતાના તરીકે હોય, ય તે નરકે જાય અને ધનધાન્યાદિ પરિગ્રહ તેની પાસે પોતાના તરીકે ન હોય, તે યા તે નરકે જાય. પરિગ્રહ હોય નહિ પણ મેળવું મેળવું કર્યા કરે અને એમાં હિંસાદિકની એજનાઓ ઘડયા જ કરે, તે શું થાય? ભૂતકાળમાં, આ આર્ય દેશમાં તો ભિખારીઓ પણું એવા હતા કે–આપે તેને ય હાથ જોડે અને ન આપે તેને ય હાથ જોડે. કેઈ ન આપે તે ય એ કહે કે મારું પુણ્ય નથી.” આજે કહે છે કે- આપ, નહિ તો જોઈ લઈશ.” જલાવી દઉં તારું ઘર, એમ મનમાં વિચારે છે. કાં તે લઉં, નહિ તો તારી પાસે રહેવા દઉં નહિ, આવી વૃત્તિ આવતી જાય છે. વગર ખાધે–પીધે પણ પાપ બંધાઈ શકે. લોભથી ઓછું ખાશે તો ય પાપ બંધાશે. એવા પણ સુખી હતા અને હોય કેમહેમાનને બાવન ચીજ પીરસે અને પિતે બે જ ચીજ ખાય. કેમ? ત્યાગની વૃત્તિથી ! ત્યાગની વૃત્તિથી સ્વયં બહુ ત્યાગી બનવાની આજ્ઞા છે, પણ ઔચિત્યમાં ખામી આવવા દેવી નહિ. પોતે ડું ખાય પણ રસોડું મેટું રાખે. બીજાઓને પ્રેમથી જમાડે. એને ઘેરથી સાધુ-સાધ્વીને નિર્દોષ આહાર-પાણી અને પચ્ચ પણ નિર્દોષ મળે. એટલે, આપણે. ત્યાં બધું વિવેકથી જોઈએ. મનની દિશાને ફેરવી નાખીએ, તે દુર્ગતિનાં કારણે સેવવા છતાં ચ, તેનાથી ઘણે અંશે બચી શકાય અને સારા ભાવ આદિથી સગતિને સાધી શકાય. આથી, સૌએ પોતપોતાના મનને સુધારવાની બાબતમાં તે, ખૂબ જ કાળજીવાળા બની જવું જોઈએ.
ચાર ગતિનાં કારણે–પહેલો ભાગ સમાપ્ત.