________________
૨૫૮
ચાર ગતિનાં કારણે મૂકી શકે નહિ; પણ એનામાં એટલી ઉદારતા અને ધર્મશીલતા હેય તે ને? તમે અહીં શ્રી સિદ્ધગિરિજીની છાયામાં ચોમાસું કરવાને આવ્યા છે અને આ વખતે અહીં પણ જે વાપરવા યોગ્ય ક્ષેત્રમાં નહિ વાપરી શકે, તે બીજે ક્યાં જઈને તમે અહીંથી સારું કરી શકવાના હતા ? તમારે તે, એવું સારું કરીને જવું જોઈએ કે આવતા વર્ષે આવનારાઓને, વધારે સારું કરવાને ઉત્સાહ જાગે.
સવ શક્તિ ન હોય તે ?
શક્તિ ન હોય, તેને માટેની આ વાત નથી. જેની શક્તિ છે, તેને જે કૃપણુતા રેકતી હોય, તે કૃપણતાને કાઢી નાખવાની વાત છે. શક્તિ હોય ને કૃપણતાથી દેવાનું મન ન થતું હોય, તે કડવી દવા જેમ આંખમાં પાણી પાડતાં પણ પીવાય છે, તેમ પરાણે દેવું. તમારામાં જે ડીક પણ ઉદારતા સારી રીતિએ આવી જાય, તે મંદિરાદિની ચિન્તા કરવા જેવું રહે, એમ લાગતું નથી. સુખી માણસે જેમ મેંઘવારી વધી ગઈ છે તે ય ઘેર ખાય-પીએ છે, તેમ જે મંદિરાદિ ધર્મસ્થાનને અને પિતાના સાધમિકેને સંભાળવા માંડે, તે નાનાઓને પણ શક્તિ અને ભાવના મુજબ કરવાનું મન થાય. દેવદ્રવ્યને વ્યય કરવાની જરૂર :
- ધનની મૂચ્છ આજે ધર્મક્ષેત્રમાં પણ કેટકેટલી મુશીબતે ઉભી કરે છે? આજે “દેવદ્રવ્યનું આમ થઈ જશે અને તેમ થઈ જશે”—એવી વાતો કર્યા કરે છે, પણ દેવદ્રવ્યને સુયોગ્ય રીતિએ વ્યય કેમ કરી દેતા નથી?
સ0 પેઢીવાળા રાખી મૂકે છે.