________________
પહેલા ભાગ
૨૫૭
જોઈને પણ ઉભરા આવે અને એથી એમનાથી કદાચ પેાતાની શક્તિની ઉપરવટ થઈને ય રકમ ભરાઈ જાય. ઉત્સાહમાં, એમનાથી પેાતાની નાજુક સ્થિતિને પણ વિસરી જવાય. તમે જે રીતિએ દાનાદિ કરે છે, તેમાં આવું બનવાના સંભવ ખરા ? સુખી માણસા તા, જો ધારે તો, ગામના રાજા જેવા અની જાય. આખા ગામના લેાકા, એના ઉપર નજર રાખ્યા કરે, કેમ કે–એ ગામમાં આવે, એટલે દુઃખીયાનાં દુઃખ જાય ને ભૂખ્યાને રોટલા મળી જાય. આજે તે કહે છે કે—અમારા ગામમાં અમુક સુખી છે, પણ જોવા જેવા નથી! ગામ માટે ઘસાય જરા ય નહિ અને ગામના ઘસારા લેવાને તૈયાર ! એનું માન કાણુ જાળવે ? ગામના દીન-દુઃખી આદિની તમે ખબર લેતા હેા અને શક્તિ મુજબ આપ્યા કરતા હા, તા ગામના બીજા માણસા પણ સલામ ભરીને ઉભા રહે. કેમ ગરીમના બેલી છે!' એવા માણસ, કાઇ વાર કહે કે ધર્મનું અમુક કામ કરવું છે તા કાઈ આડા આવે ખરા ? પણ હૈયામાં ઉદારતા ન હોય, ત્યાં શું થાય ? પરિગ્રહની અતિ મૂર્છા, ઉદારતાને આવવા દેજ શી રીતિએ ? સુખી માણસ પૂજા ભણાવે, તે ય સવા પાંચ રૂપીઆની ભણાવે અને સાધારણુ માણસ પૂજા ભણાવે તેા ય સવા પાંચ રૂપીઆની ભણાવે ? સુખી માણસે ય શેાધી શેાધીને નૈવેદ્યનાં ને ફળનાં નંગ ટેણીયાં ટેણીયાં ભેગાં કરે ? સવા પાંચની પૂજા, સાધારણ ભણાવે, તા સુખી સવા પચાસ ન આપે ? મમતા ઘટે ને ઉદારતા આવે, તે જ ભગવાનની ભક્તિ પણ સારી રીતિએ થઇ શકે. એક સારા સુખી આદમી ધારે, તા આખા ગામને ધર્મ કરતું બનાવી શકે; એના ગામમાં, અધર્મ પૈસી શકે નહિ અને કુગુરૂ પગ
૧૭