________________
૨૫૬
ચાર ગતિનાં કારણે
પરિગ્રહની મમતાના ત્યાગ કરી, તે કામ થાય. ન હાય, તે નાહક આશામાં ઝુરા નહિ અને હાય, તે એ જ વિચારશ કેઆ કેમ છૂટે ? આનાથી છુટવાને માટે, મારે શું કરવાની જરૂર છે? ’પરિગ્રહ પાપ છે અને મહા પરિગ્રહ નરકનું કારણ છે, એ વાત ખરાખર હૈયામાં કાતરી લે.
સુખી ગૃહસ્થા જો ઉદાર અને, તેા તેઓ ગામના રાજા જેવા મની જાય :
આમ થાય, તો મહારંભ અને મહા પરિગ્રહનું ઝેર ઉતરી જાય. ‘આ બધું પાપ રૂપ છે અને તજવા જેવું છે'-એમ લાગે, એટલે ઉદારતા આવી જાય. આજના ગૃહસ્થાના મેટા ભાગમાં, ઉદારતા દેખાતી નથી. ગૃહસ્થા આપે છે, ખર્ચે છે, પણ એમાં જે ઉદારતા દેખાવી જોઈએ, ત્યાજ્યને તજવાના જે ઉમળકા દેખાવા જોઈ એ, લક્ષ્મીની મમતાને આ ઉતારી રહ્યા છે એમ જે લાગવું જોઇએ, એવું ભાગ્યે જ જોવા મળે છે. ગૃહસ્થાની ઉદારતાના અભાવે, બીજાઓની ઉદારતા પણ મરી જાય છે. ગૃહસ્થાના દાનથી પણુ, ખીજાઓને લક્ષ્મીની તુચ્છતાનું ભાન થાય. આજે, દાન દેતી વખતે જે નાટક ચાલે છે, એ જોઈને લક્ષ્મીનું મહત્ત્વ વધતું હોય, એવું પણ અને છે. જ્યારે ગૃહસ્થા છૂટે હાથે દેતા, ત્યારે બીજાએ પાતા પાસે થાડું હાય, તા ય કાંઇક આપ્યા વિના જતા નહિ અને ન અપાય તે બહાર નીકળીને રાતા. આગળ બેઠેલા ગૃહસ્થામાં, દાનની આખી ભાવનાનું ખૂન થતું દેખાતું હોય, ત્યાં પાછળનાએ ઉપર શી અસર થાય ? આગળના જો ઉલટભેર દેતા હાય, તેા પાછળનાએના હૈયામાં, એ દૃશ્યને