________________
પહેલા ભાગ
૨૫૯
પેઢીની વાત જુદી છે. એને માથે જવાબદ્નારી કેવડી માટી છે ? એકલા શ્રી સિદ્ધગિરિજી ઉપરનાં મદિરાને સંભાળવાને માટે પણ એને કેટલું બધું દ્રષ્ય જોઇએ ? ત્યારે, પેઢી પાસે તે ઘણાં તીર્થાના વહીવટો છે અને એ હિસાબે એની પાસે જે મુડી છે તે મેાટી છે, એમ કહેવાય નહિ. પરન્તુ આજે જે જે સ્થલે દેવદ્રવ્યને વધારો હોય, તે તે સ્થàાના વહીવટદારો હજી ય મૂર્છામાં પડ્યા રહેશે, તે કેવું પરિણામ આવશે ? તમે ધારા તા એવું કરી શકે કે–સરકારને અમલદાર જ્યારે વહીવટ સંભાળવાને આવે, ત્યારે એને એમ થાય કે–અહીં વહીવટ સંભાળવા જેવું છે જ શું ? આજે ઠામ ઠામ જિર્ણોદ્ધારની જરૂર છે; ત્યાં દેવદ્રવ્યના વ્યય કરી દે ને ? કેટલાકેા કહે છે કે— પછી અહીં પૂજા વગેરેની વ્યવસ્થા શી રીતે કરવી ?' શું એવા સારા શ્રાવકે એટલા છૂટી ગયા છે કે-દેવદ્રવ્યમાંથી જ વ્યવસ્થા કરવી પડે ? અથવા, સાધારણની રકમે કાઈ મંદિરના ઉપયાગ માટે મૂકી ગયું હોય, તેા ય શું તેના વિના નહિ જ ચાલે ? શ્રાવકે જો નક્કી કરે કેઅમારે શ્રી જિનની ભક્તિ કરવી છે’ તે આમાં કાંઈ ચિન્તા કરવા જેવું છે જ નહિ. અવસરોગ વર્તતાં આવડવું જોઇએ. કાઇ કાળ દાગીના ચઢાવવા જેવા પણ હોય અને કાઈ કાળ દાગીના ન ચઢાવવા જેવા પણ હોય. સંઘ જયવતે વર્તે છે. તમે કાંઇ નહિ રાખ્યું હોય, એટલે ભવિષ્યમાં કોઈ ભાગ્યવાન સંભાળ લેનાર નહિ નીકળે, એવું માની લેવાની મૂર્ખાઈ શું કામ કરો છે ? શ્રી જિનમન્દિરાને તેા, ૨૦૦-૫૦૦ વર્ષ એની પાછળ જોવું જ ન પડે, એવાં બનાવી દેવાં. ચાલુ આવકમાંથી ચાલુ રક્ષણાદિને લગતાં કાર્યો કર્યા કરવાં અને