SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ ચાર ગતિનાં કારણેા પાસે લાંબી મુડી રાખવી જ નહિ. જો તમે એમ કરા, તે સરકાર કે ખીજાએ શું કરી શકવાના હતા ? વાણીયાની કુનેહ : આજે તમારામાં એવી શક્તિ અગર હિંમત છે કે તમે સરકારને તમારા ધર્મમાં ડખલ કરીને દેવદ્રાદિને ન થાય તેવા માર્ગે ઉપયાગ કરવાનું એ કહે, તા તમે એને અટકાવી શકે ? એ ન હોય, તેા ય વાણીયાવાળી કુનેહ તેા છે કે નહિ ? એ વિષે એક વાત કહેવાય છે. એમ કહેવાય છે કે-કાઇ એક ગામમાં એક વાણીયાનું અને મુસલમાનનું ઘર સામસામે હતું. વાણીએ એટલે ડરપેાક જાત અને પેલાને વાત-વાતમાં ખાંય ચઢાવવાનું મન થાય. કાંઈ ઉંચું નીચું થાય, એટલે મુસલમાન મેલી નાખે કે– સાલે ખનીયે કા માર ડાલના પડેગા !' વાણીયાએ વિચાર કર્યાં કે- આના કાંઈક રસ્તા કરવા જોઇએ; નહિ તે, આ કેાઈ વખતે હેરાન કરી મૂકશે.” ઘર છેાડીને જવાય તેમ નહેતું અને લડવાની શક્તિ કે હિંમત નહોતી. આથી એણે પોતાના ઘરમાં બેસીને, સામે રહેનારા મુલસમાન સાંભળે તેમ, ખેલવા માંડ્યું કે- ભાઇ, હવે તા આ રાજની પંચાત થઈ. એક દહાડા આની જોડે લડી જ લેવું પડશે. આપણે મજબૂત ચાર માણસાને રાખી લે !' પેલા મુસલમાને એ સાંભળ્યું, એટલે એણે તા તરત જ ચાર માણેસાને રાખી લીધા. ઘેાડા દિવસ ગયા, એટલે ફરી પાછા વાણીયે એવી
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy