________________
પહેલો ભાગ
-
૨૮૯
વાત પણ નક્કી છે, છતાં ય આજે છેડી શકીએ તેમ નથી અને આજ્ઞાભંજનનું પાપ અમારે લેવું નથી. આપની આજ્ઞા પાળવાના કેડ ગળા સુધી છે, પણ સ્થિતિ એવી નથી કેઆપ આજે છેડવાનું કહી દે, એટલે અમે છેડી શકીએ; એટલે, આપ કદાચ આજ્ઞા કરી બેસો અને અમારાથી ન બને, તે એક તો અમે આ પાપમાં બેઠા છીએ અને એમાં પાછા આજ્ઞાભંજક બનીએ; પછી અમારી ગતિ શી થાય?” આવું તમે એ કઈ અવસર આવી લાગે, તે જરૂરી વિનયથી કહી શકો છે. આજ્ઞા કરનારે સામે આજ્ઞાભંજક ન થાય, તેની બહુ જ કાળજી રાખવી જોઈએ. આજ્ઞા કરનાર ઉપર, શાએ બહુ જવાબદારી મૂકી છે. આજ્ઞા કરનારે કેને, કેવી રીતિએ, કેવા સંગમાં, કેવી આજ્ઞા કરવી જોઈએ-એ વગેરેનાં વર્ણને વાંચતાં પણ એમ થાય કે-સર્વજ્ઞ સિવાય આવું કોઈ બતાવી શકે નહિ! ઉપદેશ ઉંચામાં ઉંચે અપાય, પણ આજ્ઞા તે યોગ્યને, યેગ્ય કાળે,ચોગ્ય રીતિએ જ થાય. તમને દાનને ઉપદેશ આપતાં, તમને બધાનું દાન દઈ દેવાનું મન થઈ જાય, એ ઉલ્લાસ તમારા હૈયામાં પ્રગટી જાય, એ માટે અમે અમારાથી બનતી બધી મહેનત કરીએ; પણ તમે જે અમારા હાથમાં કાગળ –પેનસીલ આપી દે અને એમ કહી દો કે–“આપને યોગ્ય લાગે તે રકમ આપ મારા નામે લખી દો, તે રકમ હું આપી જ દઈશ.” તે અમારે આંકડે સૂચવતાં, લાખ વિચાર કરવા પડે. તમને વારંવાર પૂછીને, તમારી એકલી ધનાદિકની સ્થિતિ જ જાણવી પડે એમ નહિ, પણ તમારી ભાવના પણ જાણવી પડે. જો કે આવો પ્રસંગ બને ત્યાં સુધી અમે આવવા દઈએ નહિ અને તમે પણ પ્રાયઃ આ બાબતમાં આવો
૧૯