________________
૨૯૦
ચાર ગતિનાં કારણે
વિશ્વાસ મૂકી દે, એ મુશ્કેલ છે, પરંતુ તમે જે વિશ્વાસ મૂકી જ દે અને એમાં અમારે કાંઈક કરવું જ પડે–એવા સંગે આવી લાગ્યા હોય, તે અમે તમારા ભાવને જરા પણ હાનિ પહોંચે નહિ અને તમારે દાનને ઉલ્લાસ ચઢતા પરિણામવાળે રહે, એ માટે બહુ કાળજી રાખીએ. અમે કેમ તમારી પાસે બલાત્કારે કે દબાણથી દાનાદિ કરાવીએ નહિ? અથવા તે, “અમુક દાન કરે”—એવી આજ્ઞા, કેમ કરીએ નહિ ? અમને ખબર છે કે-કર્મની આધીનતા, મનની નબળાઈ અથવા મેહ આદિને અંગે જીવો ચતુવિધ શ્રીસંઘની વચ્ચે ઉલ્લાસથી લીધેલ નિયમ પણ ભાંગી નાખે છે, તો એવા કારણે અમારે કહેલો આંકડો ન માને, તે તેમાં નવાઈ શી? જેણે જીવનમાં નિયમ લઈને કઈ પણ નિયમ કદી પણ ન ભાંગ્યા હોય અથવા તો એને દૂષિતે ય ન કર્યો હોય, એવા કેટલાક શ્રી અરિહંત ભગવાનની સાક્ષીએ, ગુરૂની સાક્ષીએ, ચતુવિધ શ્રીસંઘની હાજરીમાં અથવા પંચની રૂબરૂમાં કરેલી પ્રતિજ્ઞાઓમાં, કેટલાને કેટલા લોચા વળી જાય છે? જીંદગીમાં જેણે જેટલા નિયમ લીધા હેય, તેણે તે બધા પ્રાણ સાટે પાળ્યા હોય અને તેને દૂષિત ન કર્યા હોય એવા છેડા! તમે શું અનુભવ કર્યો છે? ત્યારે અમે સીધી આજ્ઞા કરી દઈએ અને તમે ના પાડી દે, તે? એમ તમે આજ્ઞાભંજક બને, તેમાં અમે પણ દેષિત બનીએ ને ? માટે, જ્ઞાનિઓએ કહ્યું કે-દરેકને એકદમ આજ્ઞા થઈ શકે નહિ. આજ્ઞા ગ્યને જ થાય અને અવસરે ગ્યને આજ્ઞા કરતાં પણ, એની શક્તિ,ભાવના આદિ જેવું પડે. એના સંગાદિને પણ વિચાર કરવો પડે.