________________
૨૯૧
પહેલે ભાગ આવી મનવૃત્તિ કેળઃ
માટે હું તમને, અત્યારે ને અત્યારે બધું છોડી જ દે, એમ કહેતે નથી, અને એમ કહું છું કે-કમથી કમ હૈયું તે જરૂર ફેરવવું પડશે. સામે ગમે તેવું નુકશાન કરે, તે પણ ખમી ખાતાં શીખવું પડશે. તમને, તમારે અપરાધ કરનાર પ્રત્યે પણ, મા જેવા હૈયાવાળા બનાવવા પડશે ને? હવે તમે નકર અને છોકરા વચ્ચે ભેદ નહિ પાડો? નેકરને અને છોકરાને એક સરખે ગુન્હ હોય, તે ભેદ પડે ને?
સો ભેદ તે પડે.
છોકરાને બે ધેલ વધારે મારે, એમ? કેમ કે-એના ઉપર મમત્વ છે! તમારે હયાને સુધારવું હોય, તે ખમી ખાવાની ટેવ પાડવી પડશે. તમે ખમી ખાવાની ટેવ કેટલી પાડી છે? તમારું ચાલતું હોય અને તમે સામાને પાયમાલ કરી શકે તેમ , તે ય સ્વભાવ જ એવો કે ખમી ખાવ, આ બને? સ્વભાવમાં આ વસ્તુ નથી, એટલે તમે ખમી ખાતા હે તો ય તે બહારથી, પણ હૈયાથી નહિ ને ? તમારા હૈયાને પૂછે કે–તમે પંચેન્દ્રિય પ્રાણિને જે વધ નથી કરતા, તે સંગ નથી, સાધન નથી, શક્તિ નથી, માટે વધુ નથી કરતા કે વધ કરવાની વૃત્તિ જ નથી, માટે વધ નથી કરતા? જેનું મન એવું હોય કે-“શું કરું? મારી શક્તિ નથી, નહિ તે એને ઠીક કરી નાખું!” આવા મનવાળે, વગર હિંસા કર્યો પણ, હિંસાના પાપથી લેપાય. એને હિંસાનો રસ ભારે કહેવાય. એ રસમાં જે આયુષ્યને બંધ પડી જાય, તે શી ગતિ થાય? માટે, પહેલાં મનને તે સુધારી જ લો અને તે પછી “મનને