________________
૨૮૮
ચાર ગતિનાં કારણે તમે મૂકી દેવાના ખરા ? એવું કહીને પણ તમને મહા પરિગ્રહના પાપમાંથી બચાવી શકાય, એવું તમારું હૈયું છે ખરું? ત્યારે, અમે તમારી દયાથી, તમારા હિત ખાતર પણ એવી આજ્ઞા ન કરીએ, તે સારું છે ને ? અમે સમજીએ છીએ કે-આપણે અત્યારે કહી દઈએ તે પણ, આ લોકો એમ છોડી દે એવા હૈયાવાળા નથી, માટે જ અમે ઝટ છોડવાનું નથી કહેતા. અમે તમને પરિગ્રહાદિથી છોડવવાને આતુર ઘણું અમારા સંસર્ગમાં જે કઈ આવે, તે સારા ય સંસારને તજી દે, તે એથી અમે બહુ રાજી થઈ એ; તેમ છતાં પણ, અમે તમને એકદમ છેડી દેવાનું કેમ કહેતા નથી? અમે તમને એવી આજ્ઞા કરી બેસીએ ને તમે તજી શકે નહિ, તે શું થાય? ત્યારે અમે એવી આજ્ઞા નથી કરતા, તે સારું છે ને? આમાં તે બોલે. તજવાની તૈયારી ન હોય, તે આમાં “હા” કહેવી જોઈએ ને?
સએમ કહેવાય ?
કહેવાય. ખૂદ ભગવાને પણ કેઈને એમ નથી કહ્યું કેતમે પહેલાં મહા પરિગ્રહાદિને તજી જ દે અને પછી ધર્મ લેવાને આવજે. ધર્મ જોઈએ તો, મહા પરિગ્રહાદિ તજવા જેવા જ છે, એમ જરૂર લાગવું જોઈએ. મહા પરિગ્રહાદિ તજવા જેવા છે–એ ઉપદેશ અપાય; એ સાંભળીને કઈ તરત બધાને તજવાને તૈયાર થઈ જાય તે સારૂં; પણ જે તજવાને તૈયાર થાય નહિ, તેને “હમણાં જ તજી દે” એવી આજ્ઞા ન થાય. તમે અમને કહી શકો છે કે અમે આજે એવી સ્થિતિમાં છીએ, કર્મને એવા આધીન છીએ કે–આ બધું છોડવા જેવું છે એમ જરૂર લાગે છે અને છોડવું પડશે એ