________________
૪૧
પહેલો ભાગ પાપોદય વિના સુખની ઇચ્છા થાય નહિ
સાધુઓના પાત્રમાં ઘીની ધારા કરતાં કરતાં જેમ શ્રી ધના સાર્થવાહનું મિથ્યાત્વ તણાઈ ગયું, તેમ ભગવાનને અભિપેકની ધારા કરતાં કરતાં તમારું મિથ્યાત્વ પણ તણાઈ જાય ને ? જરૂર તણાઈ જાય, પણ એ વખતે તમારા હૈયામાં એ ભાવ આવવો જોઈએ. મિથ્યાત્વને કાઢવાને માટે મોટાં હથીયારે નથી જોઈતાં, પણ આત્માને સારે ભાવ અવશ્ય જોઈએ છે.
જ્યાં સુધી તમે સંસારના સુખની ઈચ્છામાં જ રમતા હો, ત્યાં સુધી એ ભાવ આવે નહિ. સંસારના સુખની ઈરછા તરફ અણગમે થયા વિના અને મોક્ષની ઈચ્છા પ્રગટયા વિના, મિથ્યાત્વ ન જાય. મિથ્યાત્વને કાઢવાને માટે, પાપ કરાવનાર કર્મ પ્રત્યે સુગ આવવી જોઈએ. એ માટે, પહેલાં નક્કી કરે કે-જે કર્મ સંસારના સુખની ઈચ્છા કરાવે, તે પાપ છે; સંસારના સુખને મેળવવાની ઇચ્છા, એ પાપને ઉદય છે. પુણ્યોદય વિના એ ઈચ્છા ફળે નહિ, પણ પાપોદય વિના એ ઈરછા થાય નહિ. જીવને સંસારના સુખની જે ઇચ્છા થાય છે, તે પાપના ઉદયથી થાય છે-એ વાત બેસે છે? એ વાતને હૈયે જચાવવાની જરૂર છે. પાપના ઉદયે સંસારના સુખની ઇચ્છા જન્મ અને એ ઈચ્છા કરાવે શું? એ ઈચ્છા ધર્મ કરાવે તે ય પાપ બંધાવ્યા વિના રહે નહિ. એ ઈચ્છા ધર્મને ધર્મ રૂપે થવા કે ફળવા દે નહિ. સારું ખાવાની ઈછા તે પાપ અને ભક્તિથી અગર દયાથી સારું ખવડાવવાની ઈચ્છા તે ધર્મ. પેલે રાગ છે અને આ ત્યાગ છે. સારું ખવડાવવાની પાછળ પણ, જે એથી ખાવાનું સારું મળે–એવી ઈચ્છા હોય, તો તે ધર્મ નહિ,