________________
=
૪ર.
ચાર ગતિનાં કારણે પણ પાપ! સંસારમાં જે સાવધ ન રહીએ, તે પાપમાં ઝંપલાઈ જતાં વાર લાગે નહિ. સંસારમાં ધર્મમય જીવન જીવવું, એ તલવારની ધાર પર ચાલવા જેવું છે. તલવારની ધાર પર ચાલવું—એ હજુ સહેલું, પણ ભગવાને કહેલા ધર્મને પાળ એ કઠિન; પણ, એ ધર્મને પાળ્યા વિના મેક્ષ થાય નહિ. ધર્મ કરે હોય, તે પાપથી ખૂબ જ સાવચેત રહેવું જોઈએ. આપણે તે, પાપના મૂળને જ પકડી પાડીને, તેને ઉખેડી નાખવું જોઈએ. સંસારના સુખની ઈચ્છા ઉપર દ્વેષ કેળોઃ
તમે અહીં, દુઃખને આપનારા કર્મને તોડવાને માટે આવ્યા છે–એમાં તે શંકા નથી, પણ ભેગી સુખને આપનારાં કર્મોને બાંધવાની ઈચ્છા ખરી કે નહિ? એ ઈચ્છાના યેગે પણ પાપ કરાવનાર કર્મ બંધાય છે. સંસારના સુખની સ્પૃહાથી ધર્મ કરનારને પુણ્ય બંધાય, પણ સાથે પાપ પણ બંધાય જ અને એથી સુખના કાળમાં પણ દુખના કકડા હાજર હોય. સંસારના સુખની ઈચ્છાથી કરેલા ધર્મથી બંધાએલ પુણ્યના ઉદયકાળમાં, ધર્મ વિસરાઈ જાય અને પાપને રાગ જેર કરે, એ સુસંભવિત છે. દુઃખને દ્વેષ તે અનાદિથી છે, એટલે દુઃખને આપનારાં કર્મોને કાઢવાની ઈચ્છા થાય તેમાં નવાઈ નથી; પણ પાપને કરાવનારાં કર્મોને કાઢવાની ઈચ્છા થાય, તે જ કામ થાય. એ માટે, સંસારના સુખની ઈચ્છા ઉપર શ્રેષ કેળવા જોઈએ. ભગવાન કેવળજ્ઞાન પામીને તીર્થને સ્થાપે, ત્યારથી તે જીવે ત્યાં સુધી માટે, રોજ બે પ્રહર દેશના દે. સમવસરણમાં રે જ ત્રણ પ્રહર જેટલે સમય દેશના દેવાય;
મના કાળ પણ
જારના