________________
પહેલા ભાગ
જાય નહિ અને જોઈતું સુખ કદી પણ મળે નહિ ! સારા-ખરાબનું માપ મનેાવૃત્તિ ઉપરથી ક્યાય :
૬૧
તમે અહીં આવ્યા તે પણ પૈસા ખર્ચીને આવ્યા અને અહીં પણ તમે પૈસા ખર્ચવાને માટે આવ્યા, તે શું ગાંડા છે કે-મળેલા અગર તો ચેન કેન પણ મેળવેલા પૈસાને તમે આમ વેડફી નાખેા ? પૈસા તજવા જેવા લાગ્યા હોય અને એથી પૈસા ઉપરની મમતાને ઉતારવાને માટે તમે અહીં આવ્યા હો, તેા કહો !
સ૰ શક્તિ મુજબ ખર્ચ કરીએ.
ખર્ચ કરવાની વાત તા પછી, પણ ખર્ચ કરવાના હેતુની વાત છે. જે કાંઇ ખર્ચા કરી છે, તે શા માટે ખર્ચી છે ? તમે કાંઈ ગાંડપણથી ખર્ચતા નથી, ત્યારે મનમાં ભાવ શેા છે ? અહીં ખર્ચીએ, તેનાથી આગળ વધારે મળે, એવા ભાવ ખરા કે નહિ ? ઘેાડા ખર્ચીએ અને ઘણા મળે, એમ મનમાં બેઠેલું છે કે નહિ ? એક પાઇ ખર્ચો, પણ ધનની મૂર્છા ઉતારવાની વૃત્તિથી ખર્ચા, તે એ બહુ કિંમતી છે. સમકિતી પૈસા ન
*
જ રાખે–એમ નહિ, પણ પૈસા રાખવા જેવા છે’–એમ તા એ ન જ માને. તમારી પાસે તે કાંઈ ધન નથી, પણ જેમની પાસે મહા ધન હતું, એવાને ય શાસ્ત્ર સમિકતી કહ્યા છે. જેમને ત્યાં ધનના હિસાબ નહેાતા, જેમને ધન તીજોરીમાં રાખવું પડતું નહોતું પણ જેમને ત્યાં ધનના ઢગલા ખડકાતા હતા, જેમને ત્યાં જ્યાં હાથ નાખેા ત્યાં ધન હોય-એવા એ શ્રીમંત હતા, એવાને ય શાસ્ત્ર સમકિતી કહ્યા છે; ત્યારે તેની પૂઠે કારણ તે હશે ને ? પૈસા નહિ રાખવાથી કે પૈસાને