________________
=
ચાર ગતિનાં કારણો પાસે હોય તો ય, હૈયામાં જે તે નજ હોય, તે કેટલું બધું સુખ અનુભવાય? સંસાર હૈયે રહે અને મેક્ષ મળે, એ બને જ નહિ. કેવા પ્રકારનાં કર્મોને ખપાવવાની ઈચ્છા છે?
તમને સંસાર ગમતું નથી, સંસારથી તમારે છૂટવું છે, માટે તમે અહીં શ્રી સિદ્ધગિરિજીની યાત્રાએ આવ્યા છે ને? સંસારથી છૂટવાને માટે અને મોક્ષને પામવાને માટે કર્મથી છૂટવું જ પડે, એટલે તમે અહીં કર્મને ખપાવવાને માટે આવ્યા છે ને ?જ્ઞાનિઓએ કહ્યું છે કે-શ્રી સિદ્ધગિરિજી, એ કર્મોને ખપાવવાનું ઉત્તમ સ્થાન છે. તમે અહીં આવ્યા છે, તો તમારે કયાં કર્મોને ખપાવવાં છે? કયાં કર્મો ખપી જાય, તો તમને આનંદ થાય? દુઃખની સામગ્રી આપનારા પણ કર્મો છે, સુખની સામગ્રી આપનાર પણ કર્યો છે અને આત્માને પાપમાં જનારાં પણ કર્મો છે; આમાંથી, તમારે ક્યા પ્રકારનાં કર્મોને ખપાવવાને ખાસ ઈરાદે છે?
સવ ક્રમે ક્રમે ઈચ્છા થાય ને?
એટલે કે–અત્યારે તે માત્ર દુઃખને આપનારાં કર્મોને જ કાઢવાની-ખપાવવાની ઈચ્છા છે ને? દુઃખને દેનારાં કર્મોને ખપાવવાં છે અને સુખને આપનારાં કર્મોને મેળવવાં છે, એમ જ ને? એટલે, સંસારથી છૂટવું છે અને મેક્ષ મેળવે છે, એ વાત તે રહી નહિ ને ? સંસાર નથી જોઈત-એમ નહિ, પણ દુઃખ નથી ગમતું અને એથી દુઃખને આપનારાં કર્મોને ખપાવવાની ઈચ્છા છે, એમ જ ને? જેને કેવળ દુઃખ આપે એવાં જ કર્મોને ખપાવવાની ઈચ્છા છે, અને તે પણ સંસારના