________________
પહેલે ભાગ
મોક્ષ તરફ પ્રયત્નપૂર્વકની ગતિ થવી, એ અસંભવિત છે.
સ0 સંસાર છે તો મોક્ષ છે ને?
વાત સાચી છે કે–સંસાર ન હતા તે મોક્ષ ન હેત, પણ હૈયામાં સંસાર હોય તે કદી પણ મોક્ષ થાય નહિ. સંસારને જે છોડે, તેને જ મોક્ષ થાય. સંસાર જેની પાસે હેય, તેને જ્યારે એમ થાય કે-મારે સંસાર નથી જ જોઈતો, ત્યારે જ એ મોક્ષમાર્ગની સાચી આરાધના કરીને મોક્ષને પામી શકે છે. મોક્ષમાર્ગની ક્રિયાઓને સેવવા છતાં પણ, જેના હૈયામાં સંસાર જ હોય, તે ગમે તેટલી ક્રિયાઓ કરે તે ય, મોક્ષને પામે નહિ. સંસાર પાસે હવા માત્રથી જ મોક્ષ સધાય નહિ-એવું નથી, પણ સંસાર પાસે હોવા છતાં ય તેનાથી છૂટવાનું જ મન હોવું જોઈએ અને તે જ મોક્ષસાધક ક્રિયા દ્વારા પણ મોક્ષને સાધી શકાય. દુઃખી જ મોક્ષે જાય અને સુખી મોક્ષે જાય જ નહિ–એમ આ શાસન કહેતું નથી. આ શાસન તે કહે છે કે–સુખી જ મોક્ષે જાય, પણ તે કયું સુખ? હૈયાનું સુખ. જેને દુન્યવી સુખ તુચ્છ લાગે, તજવા જેવું લાગે અને આત્માનું સુખ ગમે, તે મેલે જાય. હૈયાના સુખને માટે પૈસો વગેરે જોઈએ જ-એ નિયમ નહિ. પિસો હેય તે ય એનું મમત્વ જેટલું ઓછું હોય તેટલું સુખ અનુભવાય. તમે ને અમે અહીં બેઠા છીએ. અમારું કઈ ગામમાં કાંઈ સળગવાનું નથી અને તમારે તમે અહીં બેઠા છે, પણ તમારું સળગવાનું કેટલું ય ઠેકાણે છે ને? કેમ કે અમુક ઠેકાણે મારું છે, એમ તમારા હૈયામાં છે. તમે અહીં છતાં, મનમાં એ કે-અમુક ઠેકાણે મારું છે અને મારે ત્યાં જવું છે. આત્મિક સુખમાં આ મોટું વિત છે ને? સંસાર