________________
}
ચાર ગતિનાં કારણેા
સંસાર હૈયે હોય ત્યાં સુધી ગમે તેટલી ક્રિયાથી પણ મેક્ષ સધાય નહિ :
બીજું કાંઈ ન સમજાય, તેા ય એટલું તે સમજાય તે કે-મોક્ષ, એ મારૂં સાચું રૂપ છે અને સંસાર, એ મારૂં વિપરીત રૂપ છે ? મોક્ષ એટલે સંસારથી વિપરીત સ્થિતિ, એમ કહ્યા વગર તે ચાલે નહિ ને ? એમ તા થાય ને કે–મારે અત્યારની સ્થિતિ નથી જોઈતી અને જેમને હું રાજ વારંવાર નમસ્કાર કરૂં છું, તેમના સ્થાને અને ધ્યેયે મારે પણ પહાંચવું છે? સ॰ આ વાત બુદ્ધિમાં ઉતરે છે.
બુદ્ધિમાં ઉતરે ને હૈયામાં નહિ ? એકલા બુદ્ધિવાળા ચેાગ્ય નથી. બુદ્ધિ હૃદયપૂર્વકની જોઈ એ. બુદ્ધિથી જે સમજાય, તે હૃદયને સ્પર્શવું જોઇએ. એને હૃદયપૂર્વકને બુદ્ધિવાળા કહેવાય. કેટલાક એવા હોય છે કે—બધું અમે સમજીએ છીએ એમ કહે, કેાઈની જોડે વાત કરવા બેસે તા એને સમજાવી પણ દે, પણ પેાતાને માટે ખાનું જ જુદું! બીજાને કહેવું હાય તા સંસાર આ, મોક્ષ આ, આત્માનું અશુદ્ધ સ્વરૂપ અમુક, આત્માનું શુદ્ધ સ્વરૂપ અમુક-એમ ડહાપણની મેાટી મોટી વાત કરે; પણ એને પૂછીએ કે-તારી શું સ્થિતિ ? તા કે–મારૂં ખાનું જુદું! આવી સમજને કાંઈ અર્થ નથી. પેાતાને પેાતાના અશુદ્ધ સ્વરૂપના અને શ્રી અરિહંતાદિના શુદ્ધ સ્વરૂપના ખ્યાલ આવવા જોઈ એ; તેમ જ, મારે મારા શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે અને એ માટે હું શ્રી નવકાર મંત્રને ગણું છું—એમ થવું જોઈ એ. સંસાર, એ મારૂં અશુદ્ધ સ્વરૂપ છે અને મોક્ષ, એ મારૂં શુદ્ધ સ્વરૂપ છે, એ સમજાયા વિના