________________
પહેલા ભાગ
તે ચાલે નહિ. આવા પાંચ પરમેષ્ઠિને નમસ્કાર કરનારા અને એ પાંચ પરમેષ્ઠિને કરેલા નમસ્કારના ફળ તરીકે સર્વ પાપના વિનાશ થાય છે એવું માનનારા તેમ જ જે ક્રિયા સર્વ પાપની વિનાશક હાય તે ક્રિયાને જ સર્વ મંગલામાં પ્રથમ મંગલ તરીકે માનનારાઓ, આત્માના શુદ્ધ સ્વરૂપને અને અશુદ્ધ સ્વરૂપને સમજે કે નહિ ? એ એમ કહી શકે ખરો કે- મને મોક્ષ ગમતા નથી અને સંસાર ગમે છે?’ એને સંસાર નથી ગમતા અને મોક્ષ ગમે છે; એને સંસારથી છૂટવું છે અને મોક્ષને મેળવવા છે; એ માટે તે એ શ્રી નવકાર મંત્રને ગણે છે! આમ છતાં ય, શ્રી નવકાર મંત્રને ગણનારો જો એમ કહે કે- મને મોક્ષ ગમતા નથી અને સંસાર જ મને ગમે છે’-તા શ્રી નવકાર મંત્રને એ જે ગણે છે, તેના હેતુ શે છે? જ્ઞાની તે ખરાખર જાણી શકે કે‘એના અમુક હેતુ છે’ અને આપણે પણ તેની ખેાલ–ચાલ, રીતભાત આદિથી અનુમાન કરી શકીએ કે‘એ . શ્રી નવકાર મંત્રને ગણે છે ખરા, પણ શ્રી નવકાર મંત્રને ગણવાનું જે ધ્યેય હેાવું જોઈએ, તે ધ્યેયને એ પામ્યા લાગતા નથી.’ શ્રી નવકાર મંત્રને ગણનારને જ્યારે આ વાત જાણ્યાને મળે અને લાગે કે હજી હું આ ધ્યેયના માર્ગે આવ્યેા નથી, તા એ જાણીને એને ધ્રુજારી ન છૂટે? એને એમ ન થાય કે—શ્રી નવકાર મંત્ર ગણવા દ્વારા રાજ હું જે પાંચ પરમેષ્ઠિને વારંવાર નમસ્કાર કરૂં છું, તેમાંના એકના પણ વર્ણનમાં મોક્ષ શબ્દને મૂકયા વિના ચાલે તેમ નથી અને મને હજુ મોક્ષ ગમતા નથી, મને હજુ સંસારથી છૂટવાનું મન થતું નથી, એ મારી કયી દશા છે?
૫