________________
૧૮૮
ચાર ગતિનાં કારણે શક્યા ન હોત, તો એ નિમિત્ત જૈન સાધુઓની બેઈજજતી થવામાં, કેઈ કમીના રહેવા પામત નહિ.
“જન સાધુઓમાં પણ કાંઈ માલ નથી અને એમના ગુણોમાં ય કાંઈ મેહાવા જેવું નથી”—એવું રાણીને દેખાડી આપવું, એવી જ રાજાની ઈચ્છા હતી; એટલે, રાજાએ તે મુજબની પાકી ગઠવણ, પિતાના એક વિશ્વાસુ સેવક દ્વારા કરી હતી. રૂપ અને લાવણ્યથી યુક્ત તેમ જ વિષયવિકારને જગવવાની કળામાં નિપુણ એવી એક વેશ્યાને એ માટે ઉપયોગ કરાયો હતો. રાજાએ પિતાના સેવકને કહેલું કે “એ વેશ્યાને તારે કામદેવના મન્દિરમાં રાખવી. એ મંદિરમાં અગાઉથી પલંગ તથા વિષયભેગની સામગ્રી વગેરે તારે મૂકાવી દેવું. પછી, જે જૈન મુનિ આપણા નગરમાં છે, તેમને કઈ ધર્મનું બહાનું કાઢીને, તે મંદિરમાં લઈ જવા. પછી મંદિરનાં બારણું બંધ કરીને મજબૂત તાળું મારી દેવું અને મારા હુકમ વગર તારે પણ એ તાળું ખોલવું નહિ” . કેવી ભયંકર યેજના છે? મમતને વશ માણસ શું નથી કરતો? રાજાના તે સેવકે રાજાની આજ્ઞા મુજબ બધું કર્યું.
મુનિરાજને તે ધર્મકાર્યને બહાને એ ઠેકાણે લઈ આવેલે, પણ મુનિરાજે જ્યાં બારણું બંધ થયાં, એટલે અંદર વેશ્યા, પલંગ, વિષયભેગની સામગ્રી આદિને જોયું અને હવે બહાર નીકળવાનો કેઈ ઉપાય જ નથી ”—એમ પણ જોઈ લીધું. મુનિરાજને લાગ્યું કે-“હું અહીં ફસાઈ ગયે. અનાગથી હું છેતરાઈ ગયો. મુનિરાજ ઝટ સમજી ગયા કે-“આ કેઈ પ્રપંચજાળ છે. આ કામ આ સ્ત્રીનું નથી, પણ કેઈ બીજાનું જ છે, એટલે, આ પ્રયાસ કાંઈ મારું વ્રત લૂંટવાને જ નથી,