________________
પહેલે ભાગ
૧૮૯
પણ શ્રી જૈન શાસનની વાવણી કરવાના હેતુથી જ આવે પ્રપંચ કરાયો છે!” | મુનિરાજને, વેશ્યા પાસે હોવા છતાં પણ, શીલ કેમ સાચવવું–તેની ચિન્તા નથી થતી; પિતાના શીલવતનું રક્ષણ કરવાને માટે તે, એ મુનિરાજ પૂરેપૂરા સમર્થ હતા; પણ એમને એમ થાય છે કે-“સવારે આ સ્ત્રી સાથે હું એકલો જૈન સાધુ તરીકે બહાર નીકળું, તો પ્રભુશાસનની અપભ્રાજના કેટલી થાય ? | મુનિરાજ આ વિચાર કરે છે, ત્યાં તે પેલી વેશ્યા એના હાવભાવ શરૂ કરી દે છે; મુનિરાજને મુંઝવવાના એ જાતજાતના પ્રયાસ કરે છે, પણ મુનિરાજને તો એની કશી જ અસર થતી નથી.
આવા પ્રસંગમાં ટકવું, એ સહેલું છે? પણ જેને પોતાનું ગ્રહણ કરેલું વ્રત વહાલું છે, તે જે સત્ત્વશીલ રહે, તે સામે ખરાબમાં ખરાબ દેખાવ કરનાર જ થાકે ને? મુનિરાજે વેશ્યાના હાવ-ભાવ આદિ તરફ કશું જ લક્ષ્ય આપ્યું નહિ અને “પ્રભુશાસનની અપભ્રાજના થવા પામે નહિ, એ માટે હવે શું કરવું”—એને જ વિચાર કરવા માંડ્યો.
મુનિરાજે ઝટ નિર્ણય કરી લીધું.
રાજાએ ત્યાં દી તે મૂકાવેલો જ હતો, એટલે મુનિરાજે એને ઉપયોગ કર્યો. પિતાનાં બધાં વસ્ત્ર, રજોહરણ અને મુહપત્તિ પણ, એ બધાને એ મુનિરાજે સળગાવી દીધાં. પછી, એની રાખ પિતાના આખા શરીરે ચોળી દીધી અને અવધૂતને વેષ ધારણ કર્યો.
આટલું કર્યા બાદ, ધ્યાનમાં તત્પર બનીને, એ મુનિરાજે