________________
૧૯૦
ચાર ગતિનાં કારણો
આખી ય. રાત્રિ પસાર કરી. બીજી તરફ વેશ્યા, એનાથી થાય તેટલા પ્રયત્ન કરીને આખર થાકી, એટલે ઉંઘી ગઈ.
રાજા તા કયારે સવાર થાય અને કારે હું મારી રાણીને તથા મારા નગરજનાને, જૈન સાધુઓ કેવા વિષટલંપટ હોય છે એ બતાવું” એની જ ચિન્તામાં છે; એટલે, પ્રાતઃકાળ થતાંની સાથે જ, રાજા, પેાતાની બધી રાણીઓ તથા સંખ્યાબંધ નગરજના અને રાજસેવકા સહિત, એ મંદિરે આવી પહોંચ્યા. ત્યાં આવીને રાજાએ પોતાની રૂબરૂમાંજ મંદિરનું દ્વાર ઉઘડાવ્યું. મંદિરનું દ્વાર ઉઘડતાંની સાથે જ જય અલખ નિરંજન, જગન્નાથાય નમઃ ' ખેલતા અવધૂત ચગી બહાર નીકળ્યો. તેની સાથે વેશ્યા પણ બહાર નીકળી.
6
>
શરીરે નગ્ન, ચેાગધારી, નિર્વિકારી અને અલમસ્ત ચાગિને મહાર નીકળતા જોઈને, રાજાના ખેઢના પાર રહ્યો નહિ. પેલી રાણીએ તરત જ રાજાને કહ્યું કે આપ તા કહેતા હતા કે જૈન સાધુ છે; અને આ તે બીજો જ નીખ્યા ! ?
>
રાજા શમશમી ઉઠયો, પણ કરે શું? ધાર્યું હતું કાંઈ અને બન્યું કાંઇ ! નિન્દા જૈન સાધુની કરાવવી હતી અને પરિણામ એવું આવ્યું કે–રાજાને ગમતા અવધૂતાની લેાકમાં નિન્દા થવા લાગી.
પછી, રાજાએ પેાતાના સ્થાને જઇને તે સેવકને મેાલાવ્યેા, કે જેને આ પટકાર્ય સોંપાયું હતું. તેને પૂછ્યું કે—તેં આવું અવળું કેમ કશું ? ’
પેલા સેવક રાજાને કહે છે કે- સ્વામિન્ ! મેં તે બધું ચ આપની આજ્ઞા મુજબ જ કર્યું હતું, પણ પાછળથી શું થયું તે હું જાણતા નથી ! ’