________________
પહેલે ભાગ
૧૪૯
સ, આજની રાજનીતિને અગે પણ જેને ઘણી મુશ્કેલીઓમાં
મૂકાવું પડ્યું છે.
એ ગમે તેમ હોય, પણ આજના સંગમાં ય તમારે જીવી જાવું છે ને? તમારે જેમ જીવી જાવું છે, તેમ તમારાં જૈન ભાઈબંનેને પણ તમારે જીવાડી લેવાં છે ને ? તમે તમારાં દુઃખી સાધર્મિક ભાઈ-બેનેને, એ વાત જરૂર કહી શકો છે કે તમારી બધી જરૂરીયાત પૂરી પાડવાની શક્તિ અમારામાં નથી, પણ આવા કપરા કાળમાં તમે જીવી જાવ એ માટે, અમે અમારાથી બની શકે તેટલું બધું જ કરવાને માટે તૈયાર છીએ. તમે સારી રીતિએ જીવન ગુજારી શકે, એવું કરવાની અમારી શકિત નથી, તેમ, તમે ખરાબ રીતિએ મ-એ પણ અમે સાંભળી શકીએ તેમ નથી; આથી, જીવનનિર્વાહ અંગે જરૂરી હોય તેટલું જ લે અને તમારા જેવાં બીજો ભાઈ–બેનને પણ ફાળો મળે, એ તરફ નજર રાખો! આટલું તે આવા કાળમાં ય, આગેવાન અને સુખી ગૃહસ્થ ધારે તો, કરી શકે તેમ છે. મેંઘા કાળમાં જ માણસની કિંમત છે. માણસની કે પિસાની કિંમત જ, મેઘા કાળમાં અકાય છે ને? સાધર્મિક-વાત્સલ્યનાં જમણે:
એક કાળમાં સાધર્મિક-વાત્સલ્યનાં જમણે લોકને બહુ બહુ કિંમતી નહોતાં લાગતાં, આજે ઘણાઓને એમ લાગે છે કે એ ચાલુ હોત, તે ય ઘણું સારું થાત. આજે એ પણ એક ફરિયાદ છે કે-જેઓ રોટલા ખાઈ શકે છે, તેઓને ય જીવવાને માટે જરૂરી પોષણ નથી મળતું, કેમ કે પિષણ