________________
પહેલે ભાગ
૩૩૫ ગ્દષ્ટિમાં અને દેશવિરત સમ્યગ્દષ્ટિમાં પણ સંભવે, પરંતુ તેમાં તરતમતા હેય. ધ્યાન રૌદ્ર પ્રકારનું હોય, પણ એમાં અતિ તીવ્ર, તીવ્ર અને મન્દ, અતિ મન્દ આદિ ભેદે ઘણા પડે. રૌદ્રધ્યાન આવી જતું હોય, તે છતાં પણ આ ધ્યાન કરવા લાયક નથી–એ જે ખ્યાલ હય, આ ધ્યાનમાં જે હું લીન બની જાઉં, તે સંસારમાં ડૂબી જાઉં—એ જે ઉપગ હોય, તે એનાથી પણ કેટલો બધે ફેર પડી જાય? જેમ, તમે હિંસાદિ જેમાં સુનિશ્ચિત છે એવી કિયાએ પણ કરે છે, પણ
એ ક્રિયાઓને કરતી વખતે તમે જે વિવેકી છે, તે તમારા હિંયામાં જીવદયાને પરિણામ હોઈ શકે કે નહિ ? સળગાવવાને માટે લાકડું લે છે, તે તેમાં જીવહિંસા નથી થવાની? થવાની જ છે, પણ લાકડું લેતાં–મૂકતાં યતના જાળવે, તે તે જીવદયાને પરિણામ છે કે નહિ? હિંસા થાય તેવી પ્રવૃત્તિ કરવાનું વિચાર કરતાં અને હિંસા થાય તેવી પ્રવૃત્તિ કરતાં પણ, જીવદયા ન ભૂલાય અને યતનાપૂર્વક વર્તાય, એ તે બની શકે એવી વસ્તુ છે ને? હિંસાદિક થાય તેવી ક્રિયા કર્યા પછી પણ, એક જીવ એ વિચાર કરે કે હું એવા અસંયમમાં છું કે આ બધાથી છૂટી શકતો નથી. અને બીજે જીવ એ વિચાર કરે કે-“એમ પાપ પાપ કર્યું તે કાંઈ ચાલતું હશે ? ઘરમાં રહેવું ને હિંસાથી ડરવું? સાગરમાં રહેવું અને મગરથી બીવું ? એ તો હિંસાદિ કરવાં જ જોઈએ.” –તે એ બે વચ્ચે, વિચારણાની દિશાને એટલે મનના પરિણામેને કેટલું બધું તફાવત છે? એમ, ધ્યાનની તરતમતા હોય. “પૈસા ગયા–એવી ખબર આવે, તો એક માણસને એમ થાય કે-“આપણું ભાગ્ય એવું હશે અને બીજા માણસને